સુરત: વરાછા-કતારગામમાં IPL ક્રિકેટ પર સટ્ટો રમાડતા બે ઝડપાયા, મહેન્દ્ર નાગોર વોન્ટેડ


Updated: October 2, 2020, 5:53 PM IST
સુરત: વરાછા-કતારગામમાં IPL ક્રિકેટ પર સટ્ટો રમાડતા બે ઝડપાયા, મહેન્દ્ર નાગોર વોન્ટેડ
IPL ક્રિકેટ પર સટ્ટો રમાડનારા ઝડપાયા

આઈપીએલની શરુઆત થવાની સાથે જ સુરતમાં બુકીઓ ગેલમાં આવી ગયા છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ બુકીઓને ઝડપી પાડવા માટે નેટવર્ક કામે લગાવ્યુ છે.

  • Share this:
સુરત : આઈપીએલની શરુઆત થવાની સાથે જ સુરતમાં બુકીઓ ગેલમાં આવી ગયા છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ બુકીઓને ઝડપી પાડવા માટે નેટવર્ક કામે લગાવ્યુ છે. તે દરમ્યાન પીસીબીએ વરાછા એલ.એચ.રોડ વિસ્તારમાંથી અને કતરગામ પોલીસે ધનમોરા ચાર રસ્તા પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રેડ પાડી આઈપીએલની મુંબઈ ઈન્ડીયન્સ અને કિંગ ઈલેવન પંજાબની મેચ ઉપર સટ્ટો રમાડતા એક-એકને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને કેસમાં રોકડ રકમ,મોબાઈલ સહિત કુલ રૂપિયા ૮૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

કતારગામ પોલીસે બાતમીના આધારે કતારગામ ઘનમોરા ચાર રસ્તા પાર્થ કોમ્પ્લેક્ષમાંથી આઈપીએલની મુંબઈ ઈન્ડીયન્સ અને કિંગ ઈલેવન પંજાબ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા કતારગામ લલીતા પાર્ક સોસાયટીમાં રહેતો ગૌતમ નીતીન ભાટીયાને ઝડપી પાડ્યો હતો. ગૌતમ ભાટીયા મોબાઈલમાં ગેલેક્ષી એક્ષ્સ, કોમ નામની વેબસાઈટ ઉપર આઈપીએલની મુંબઈ ઈન્ડીયન્સ અને કિંગ ઈલેવન પંજાબ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો હતો.

આ પણ વાંચો - સુરત: ચેતજો, મહિને 30થી 45 હજાર કમાણીની લાલચમાં રત્નકલાકારે આ પ્રકારે ગુમાવ્યા રૂ. 9 લાખ

પોલીસે ગૌત્તમ પાસેથી રોકડા ૧૯,૮૫૦ મળી કુલ રૂપીયા ૨૫,૮૫૦નો મુ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં ગૌતમે ઓનલાઈન વેબસાઈટ દ્વારા પર્સનલ આઈ.ડી. અને પાસવર્ડ આપી મેચમાં ભાવ સંજય નામના બુકીએ આપતો હોવાની કબુલાત કરતા પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો છે. જયારે બીજા બનાવમાં પીસીબીના હેડ કોન્સ્ટેબલ સંતોષભાઈ સાહેબરાવ અને અનિરુધ્ધ કતુરદાનને મળેલી બાતમીના આધારે વરાછા એલ.એચ.રોડ બાપા સીતારામ મઢુલી પાસે નિલકંઠ સોસાયટીમાં આવેલા કાજલ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં દરોડા પાડ્યા હતા.

આ દરોડામાં કમલેશ ગીરધર વાંઢેર ઈન્ડીયન પ્રીમીયર લીંગ-૨૦૨૦ ટુર્નામેન્ટની કિંગ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડીયન્સ ટીમની ક્રિકેટ મેચ ઉપર ગ્રાહકો સાથે ફોન ઉપર પૈસા લગાવી હારજીતનો જુગાર રમતા ઝડપાયો હતો. પીસીબીએ કમલેશ પાસેથી રોકાડ ૧૮,૬૦૦, ટીવી, મોબાલ ફોન-૫ મળી કુલ રૂપિયા ૫૬,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં કમલેશે રાજસ્થાનના નાગોરના મહેન્દ્ર ઉર્ફે મહેન્દ્ર નાગોર નામના બુકીનું નામ આપતા તેને વોન્ટેડ બતાવ્યો હતો.
Published by: kiran mehta
First published: October 2, 2020, 5:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading