સુરત દુર્ઘટના: ટ્યૂશન ક્લાસીસના સંચાલકની કરાઇ ધરપકડ

News18 Gujarati
Updated: May 25, 2019, 10:52 AM IST
સુરત દુર્ઘટના: ટ્યૂશન ક્લાસીસના સંચાલકની કરાઇ ધરપકડ
ટ્યૂશન ક્લાસીસના સંચાલકની કરાઇ ધરપકડ

ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે

  • Share this:
કિર્તેષ પટેલ, પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. જે મામલે ટ્યૂશન ક્લાસીસના સંચાલકની અટકાયત કરવામાં આવી છે. ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

જ્યારે સુરત પોલીસે બિલ્ડર હર્ષલ વેકરીયા અને જીજ્ઞેશ તથા ક્લાસિસના સંચાલક ભાર્ગવ ભુટાણી સામે ગુનો નોંધ્યો છે.

સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. આગમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ લગાવી હતી આ કારણે ચારના જ્યારે આગના કારણે અંદર અન્ય 16 એમ મળીને 20 વિદ્યાર્થીઓના મોત થયા હતા.

મુખ્યમંત્રીએ સ્થળ મુલાકાત કરી હતી અને મૃતકોના પરિવારોને ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળકોના મોતનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે સાથે તપાસના આદેશ આપ્યા હતા.

 અહીં ક્લિક કરી જાણો, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ


આ પણ વાંચો: સુરતઃ ટ્યૂશન ક્લાસીસમાં આગમાં 20ના મોત, CMએ લીધી મુલાકાત

ઉપરાંત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તમામ ટ્યુશન ક્લાસિસને બંધ કરવા આદેશ કરાયો છે. જ્યાં સુધી ફાયર સેફટીનું એનઓસી નહીં લેવાય ત્યાં સુધી ટ્યુશન કલાસ શરૂ નહીં કરી શકાય. પોલીસ કમિશનરે તક્ષશિલા આરકેડની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે.
First published: May 25, 2019, 8:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading