Home /News /south-gujarat /સુરત દુર્ઘટનાઃ PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારને કેન્દ્ર અને રાજ્યની 2-2 લાખની સહાય

સુરત દુર્ઘટનાઃ PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારને કેન્દ્ર અને રાજ્યની 2-2 લાખની સહાય

સુરત ટ્રક દુર્ઘટનામાં લોકોના મોત દુખદ છે. જીવ ગુમાવનારાના પરિવારોને મારી સાંત્વના. દુર્ઘટનામાં ઘાયલ લોકો વહેલી તકે સાજા થાય એ જ પ્રાર્થના - નરેન્દ્ર મોદી

સુરત ટ્રક દુર્ઘટનામાં લોકોના મોત દુખદ છે. જીવ ગુમાવનારાના પરિવારોને મારી સાંત્વના. દુર્ઘટનામાં ઘાયલ લોકો વહેલી તકે સાજા થાય એ જ પ્રાર્થના - નરેન્દ્ર મોદી

  સુરતઃ કીમ ચાર રસ્તા નજીક (Surat Road Tragedy) થયેલી કરૂણ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને જીવ ગુમાવનારા લોકોના પરિવારોને સાંત્વના આપી અને ઘાયલ લોકો જલ્દીથી સાજા થઈ જવાની કામના કરી. સુરતમાં સોમવાર મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના બની જેમાં કિમ રોડ પર એક ટ્રકે બાળકો સહિત 22 લોકોને કચડી દીધા, જેમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે, બીજી તરફ 3 લોકો ઘાયલ છે. ઘાયલ લોકોને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ લોકો શ્રમિક હતા અને રસ્તા કિનારે સૂઈ રહ્યા હતા. તે સમયે ટ્રકનું નિયંત્રણ બગડ્યું અને તે સૂતેલા શ્રમિકો પર ચડી ગઈ.

  સુરત દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે, સુરત ટ્રક દુર્ઘટનામાં લોકોના મોત દુખદ છે. જીવ ગુમાવનારાના પરિવારોને મારી સાંત્વના. દુર્ઘટનામાં ઘાયલ લોકો વહેલી તકે સાજા થાય એ જ પ્રાર્થના છે.

  તેની સાથોસાથ PM મોદી તરફથી આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે. PMOના ટ્વીટર હેન્ડલથી લખવામાં આવ્યું છે કે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. બીજી તરફ ઘાયલોને 50-50 હજારની સહાયત મળશે. આ નાણા પ્રધાનમંત્ર નેશનલ રિલીફ ફંડથી આપવામાં આવશે.

  આ પણ જુઓ, PHOTOS: JCBની અંદર છુપાયો હતો 11 ફુટ લાંબો અજગર, 4 કલાકે કરાયો રેસ્ક્યૂ

  આ દર્ઘટનાને લઈ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ નિર્દોષ શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળવાની ઘટનાને કારણે જીવ ગુમાવનારા શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજીની લાગણી વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.

  સુરત દુર્ઘટના પર રાજ્યસભા સાંસદ પરિમણ નથવાણીએ પણ દુઃખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે. મૃત્યુ પામેલા લોકો માટે પ્રાર્થના કરવા ઉપરાંત ઘાયલો જલ્દી સાજા થઈ જાય તેવી તેમણે કામના કરી છે.

  આ ઉપરાંત કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ રૂપાલાએ પણ ટ્વીટ કરીને લખ્યું કે, ઈશ્વરથી દિવંગત આત્માઓ ને શાંતિ અને શોકામાં ગ્રસ્ત પરિજનોને સંભાળવા તથા ઘાયલોને શીઘ્ર સ્વાસ્થ્ય લાભ માટે પ્રાર્થના કરું છું.

  આ પણ વાંચો, OMG! કોરોનાથી ડરી 3 મહિના સુધી શિકાગો એરપોર્ટમાં છુપાઈને રહેતો હતો આ ભારતીય શખ્સ

  મળતી માહિતી પ્રમાણે શેરડી ભરેલા ટ્રેક્ટર (Tracktor) સાથે અકસ્માત બાદ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જે બાદમાં ટ્રકે ફૂટપાથ પર ઊંઘી રહેલા 18 લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી 12 લોકોનાં ઘટનાસ્થળે અને  ત્રણ વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા છે. એવી પણ માહિતી મળી રહી છે કે ટ્રક ચાલક દારૂના નશામાં હતો. અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લિનર પર ઈજાગ્રસ્ત થયો છે. આ બનાવમાં એક છ મહિનાની બાળકીની ચમત્કારિક બચાવ થવા પામ્યો છે.

  ટ્રક ચાલક અને ક્લીનર પણ ગંભીર ઇજાગ્રસ્ત

  જયારે ટ્રક ચાલક અને ક્લીનરને પણ ગંભીર ઈજાઓ થતા તેઓને પણ સારવાર અર્થે સુરત ખસેડાયા હતા,ઘટનાંની જાણ થતા મોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો, પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પીએમ માટે કોસંબા પી.એમ રૂમ ખાતે ખસેડ્યા હતા.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Surat Accident, Tragedy, Vijay Rupani, અકસ્માત, નરેન્દ્ર મોદી, સુરત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन