Home /News /south-gujarat /

સુરત કરૂણ ઘટના : પતિએ પત્નીની હત્યા કરી ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત, બે બાળકો નિરાધાર બન્યા

સુરત કરૂણ ઘટના : પતિએ પત્નીની હત્યા કરી ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત, બે બાળકો નિરાધાર બન્યા

સુરતમાં પતિએ પત્નીની હત્યા કરી આપઘાત કર્યો

સુરત (Surat) ના સચિન વિસ્તાર (Sachin Police Station) માં પતિએ પત્નીની હત્યા (Husband kills wife) કરી ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત (Husband Suicide) કરી લીધો છે. બંનેના મોતથી બાળકો નિરાધાર બન્યા.

સુરત : શહેરમાં એક કરૂણ ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરત (Surat) માં રોજીરોટીની તલાશમાં સચિન વિસ્તારમાં રહેતા પરિવારમાં પતિએ પત્નીની હત્યા (Husband kills wife) કર્યા બાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત (Suicide) કરી લેવાનો મામલો સામે આવ્યો છે. જો કે મહિલાની લાશ ઘરેથી મળી આવ્યા બાદ સમગ્ર મામલો સામે આવતા સચિન પોલીસે (Sachin Police) આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

સુરત એટલે ગુજરાતનું આર્થિક પાટનગર કહી શકાય ઉદ્યોગિક દ્રષ્ટિએ એ જે રીતે સુરતનો વિકાસ થયો છે, જેને પગલે અલગ-અલગ રાજ્યોમાંથી રોજીરોટીની તલાશમાં સુરત આવીને અનેક પરપ્રાંતિય પરિવારો વસ્યા છે. પરિવારોમાં નાની-નાની બાબતે જે રીતે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેને લઈને સરકારની ચિંતા પણ વધી રહી છે, ત્યારે ઉત્તર પ્રદેશના વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતા પરિવારની મહિલાની ઘરમાંથી મૃત હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવારમાં પત્ની અને બે બાળકો હતા પત્ની કંચનની લાશ ઘરમાંથી મળી આવતાં સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં મહિલાની હત્યા થયા હોવાની વિગતો સામે આવી હતી, ત્યારે બીજી બાજુ આ મહિલાના પતિની શોધ ખોળ કરતા નરસિંહ નામના વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધા હોવાની વિગતો સામે આવી હતી.

આ પણ વાંચોવિચિત્ર કિસ્સો : લગ્ન માટે પસંદ ન હતો છોકરો, છોકરીએ તેને 'ડેટ' પર બોલાવ્યો અને કાપી નાખ્યું ગળું

પોલીસ અનુસાર, પતિએ પત્નીની હત્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જોકે માતા પિતા બંનેના મોતને લઈને બે બાળકો નિરાધાર બન્યા છે, સ્થાનિક લોકોની વાત માનીએ તો પતિ શંકાશીલ હોવાને લઈને પત્ની ઉપર ચારિત્ર્યને લઈને લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા. કાલે રાત્રે ઉશ્કેરાટમાં પત્નીની ગત્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે પોલીસે આ બંને મામલે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat Crime, Surat Crime Latest News, Surat crime news, Surat crime News Gujarati, Surat news

આગામી સમાચાર