સુરતમાં વિધાર્થી- શિક્ષકોએ તોડયા ટ્રાફિક નિયમો; બુધવારથી ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી

News18 Gujarati
Updated: October 14, 2019, 3:34 PM IST
સુરતમાં વિધાર્થી- શિક્ષકોએ તોડયા ટ્રાફિક નિયમો; બુધવારથી ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી
પ્રતિકાત્મક તસવીર

માત્ર બાળકો જ નહી પણ શાળાએ વિદ્યાર્થીઓને લઇને આવતા વાહનચાલકો પણ આ નિયમોનું પાલન કરતા નથી તેમ વિગતો ખૂલવા પામી હતી.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: સુરતમાં (Surat) નવા અમલી બનેલા ટ્રાફિકના નિયમોનો (New Motor Vehicle Act) કડકાઇપૂર્વક અમલ કરવામાં આવતો હોવા છતાંય, વિદ્યાર્થીઓ અને શિક્ષકો (Students and Teachers) આ નિયમો તોડતા જોવા મળે છે. આથી શહેર ટ્રાફિક પોલીસ બુધવારથી આ નિયમોનો કડકાઇથી અમલ કરાવવા માટે કાર્યવાહી કરશે.

પોલીસે જણાવ્યું કે, શાળાએ ભણવા જતા બાળકો (સગીર-Minor) ને મા-બાપ (parents) વાહન ચલાવવા માટે આપશે તો તેમની સામે કડક કાર્યવાહી કરશે. આ સિવાય, જે શાળાના બાળકો નવી મોટર વિહકલ ઍક્ટના નિયમોનો ભંગ કરશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

સુરત પોલીસે (Surat Police) આ મામેલ સંબધિત શાળાઓને નોટિસો આપવાની પણ શરૂઆત કરી છે અને બુધવારથી આ અંગે વિશેષ ઝૂંબેશ ચલાવવામાં આવશે.

આ અંગે ન્યૂઝ18 ગુજરાતીએ વાસ્તવિક્તાની તપાસ કરી હતી અને જોવા મળ્યું હતું કે, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ટ્રાફિકના નવા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા.

માત્ર બાળકો જ નહી પણ શાળાએ વિદ્યાર્થીઓને લઇને આવતા વાહનચાલકો પણ આ નિયમોનું પાલન કરતા નથી તેમ વિગતો ખૂલવા પામી હતી.

 
First published: October 14, 2019, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading