સુરત ટ્રાફિક પોલીસનું ક્રેન કૌભાંડ, RTI એક્ટિવીસ્ટ સંજય ઇઝાવાની અરજીમાં કરાયો છે આવો ગંભીર આક્ષેપ

સુરત ટ્રાફિક પોલીસનું ક્રેન કૌભાંડ, RTI એક્ટિવીસ્ટ સંજય ઇઝાવાની અરજીમાં કરાયો છે આવો ગંભીર આક્ષેપ
આરટીઆઈ એક્ટિવીસ્ટની તસવીર

ગંભીર આક્ષેપ સાથેની અરજી RTI એક્ટિવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા તેમના વકીલ મારફતે રાજયના ડીજીપીથી માંડીને સુરત શહેર પોલીસ કમિશનર, વિજીલન્સ તેમજ રાજયના એસીબીને કરવામાં આવી છે.

  • Share this:
સુરતઃ લોકડાઉન દરમિયાન અને અનલોક પિરીયડમાં (Unlock) ટોઈંગ ક્રેન (Towing crane) બંધ રાખવાને બદલે સુરત શહેર ટ્રાફિક પોલીસે રૂ.૯૨ લાખથી વધુનું પેમેન્ટ ચુકવી કૌભાંડ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ સાથેની અરજી RTI એક્ટિવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા તેમના વકીલ મારફતે રાજયના ડીજીપીથી માંડીને સુરત શહેર પોલીસ કમિશનર, વિજીલન્સ તેમજ રાજયના એસીબીને કરવામાં આવી છે.

RTI એક્ટિવીસ્ટ સંજય ઇઝાવાએ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં ટોઈંગ ક્રેન બંધ હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરીને ૯૨ લાખથી વધારે પેમેન્ટની ચુકવણી ટોઈંગ ક્રેનનું સંચાલન કરતી અગ્રવાલ એજન્સીને કરવામાં આવી છે. શહેરના જાહેર રસ્તાઓમાં અડચણ રૂપ પાર્ક થયેલા વાહનો દુર કરવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ ક્રેનનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.અગ્રવાલ એજન્સીને ગઈ તા. ૨૧૧૨-૨૦૧૯થી વર્ક ઓર્ડર આપીને કામગીરી શરૂ કરાવી હતી. અગ્રવાલ અજેન્સી દ્વારા ટેન્ડરની ઘણી શરતોના ઉલ્લંઘન કરાયા હોવા અંગેનું ધ્યાને આવતા સંજય ઇઝાવા દ્વારા અનેક વખત ફરીયાદ કરવામાં આવી હતી. જોકે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ પણ વાંચોઃ-Bihar Election: મોબાઈલ તો દૂર પગમાં ચપ્પલ પણ નથી, તો પણ આ માણસ લડી રહ્યો છે ચૂંટણી

અગાઉ પણ વર્ષ ૨૦૧૮-૧૯માં વાહનો ટોઈંગ કરવાનું કામ અગ્રવાલ એજન્સીને આપવામાં આવ્યું હતું.અને મોટર વેહિકલ એક્ટના ભંગ કરીને ટોઈંગ વાહનના ત્રણે બાજુ ટુ વ્હીલ લટકાવવાની પદ્ધતિ બંધ કરાવવા માટે સંજય ઇઝાવા દ્વારા વકીલ ગીરીશ હારેજા મારફતે લીગલ નોટીસ પાઠવીને કાયદેસર કાર્યવાહીની માંગણી કરી હતી. તેમ છતાં માનીતી એજન્સીને ટોઈંગ કરવા માટેના ટેન્ડર આપવાની પદ્ધતિ વિરુદ્ધ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈને આ અંગેની સૂચના લાવ્યા પછી વર્ષ ૨૦૨૦ માટે ઓનલાઈન ટેન્ડર મંગાવીને અગ્રવાલ એજન્સીને વાહનો ટોઈંગ કરવાના કામ સોપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ડોક્ટરે રીસર્ચ સેન્ટરમાં CEO મહિલા ડોક્ટર સામે નોંધાવી પોલીસ ફરિયાદ, શું છે આખી ઘટના?

આ પણ વાંચોઃ-Gold-Silverની કિંમતોમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો અમદાવાદમાં આજના નવા ભાવ

તાજેતરમાં લોકડાઉન દરમિયાન પણ અલગ અલગ બહાના હેઠળ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લાખોનું પેમેન્ટ અગ્રવાલ એજન્સીને ચૂકવામાં આવ્યું છે. આ અંગે સંજય ઇઝાવા દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગેલ માહિતીમાં ચોકાવનારી માહિતી બહાર આવી છે. દરમિયાન સંજય ઇઝાવા દ્વારા રાજ્યના ડીજીપી, પોલીસ કમિશ્નર સુરત શહેર, ચીફ સેક્રેટરી ગુજરાત રાજય, અધિક મુખ્ય સચિવ વિજીલન્સ કમિશ્નર, ગુજરાત રાજય, ડી.જી.પી & ડીરેક્ટરલાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને અરજી કરી ત્રણ દિવસની અંદર ગુનો નોંધી તપાસ સોંપાવની માંગણી કરવામાં આવી છે.

જોકે આ મામલે તર્ફિક ડીસીપી પ્રાશાન્ત સુમબે દ્વારા એક પત્રકાર પરિસદ કરીને તેમની પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે ખોટા છે અને લોકડાઉં સમાયે ડિટેન કરેલ ગાડી જેમાં બાઈક અને ફોરવ્હિલ ગાડી ગોડાઉન સુધી લઇ જવાની કામગીરી ક્રેઇનની મદદથી કરવા આવી હતી. જોકે આ કામગીરી રિઝયન દ્વારા કરવામાં આવતી હતી જેને લઈને તેની એન્ટ્રી કંટ્રોલ માં કરવા આવતી નહિ હોવા આઠે કોરોના સમય આઈફોલો સમયે પણ કામગીરીકરવામાં આવી છે તેમાં ક્રેઈન ની મેડ લેવામાં આવી છે.
Published by:ankit patel
First published:October 22, 2020, 21:16 pm