Home /News /south-gujarat /

સુરત : કોરોનાના સંક્રમણને અટકાવવા વેપારીઓ સેલ્ફ લૉકડાઉનના માર્ગે, બજારોનો સમય ઘટ્યો

સુરત : કોરોનાના સંક્રમણને અટકાવવા વેપારીઓ સેલ્ફ લૉકડાઉનના માર્ગે, બજારોનો સમય ઘટ્યો

જાણો સુરતમાં કઈ કઈ બજારોનો સમય ઘટાડીને બે વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો, વેપારીઓએ શું નિર્ણયો લીધા

જાણો સુરતમાં કઈ કઈ બજારોનો સમય ઘટાડીને બે વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો, વેપારીઓએ શું નિર્ણયો લીધા

સુરતમાં કોરોનાનાં વાયરસને લઈ સ્થિત ગંભીર બની છે.છેલ્લા 15 દીવસથી તો સ્થિતિ બેકાબુ બની છે. પોઝીટીવ કેસોમાં જે પ્રમાણે વધારો થઇ રહ્યો છે તેની સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. જેને લઈને હવે ફરી લોકડાઉનનું તાતી જરૂરીયાત હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. પરંતુ તેની સામે શહેરમાં કેટલાક લોકો સેલ્ફ લોક ડાઉનનો માર્ગ અપનાવી રહ્યાં છે. કેટલાક વેપારીઓએ પોતાના કામ ધંધાના સમયને મર્યાદિત કરી દીધો છે તો કેટલાક લોકોએ દસથી પંદર દિવસ દુકાનો બંધ રાખવાનો નિર્ણય પણ કર્યો છે.

શહેરમાં કોરોનાનું સંક્રમણ જે રીતે વધુ રહ્યું છે. તેને લઈને હવે લોકોમાં ભય ફેલાયો છે. સરકારે આરોગ્ય સચિવ પણ ઘણા દિવસથી સુરતમાં છે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પોઝીટીવ કેસોનો આંક ૮ હજારને પાર થઇ ગયો છે. અને મોતનો આંક ૩૦૦ને પાર.

જો છેલ્લા ૪૮ કલાકની વાત કરવામાં આવે તો માત્ર ૪૮ કલાકમાં ૩૦નાં મોત થયા છે. જેને લઈને સ્થિત ગંભીર બની છે.  ત્યારે સુરતમા કોરોના સંક્રમણ સાથે મોતનું પ્રમાણ વધતા સુરતીઓમાં ગભરાટ ફેલાઈ રહ્યો હોવાથી હવે સુરતીઓ સેલ્ફ લોક ડાઉન તરફ વળી રહ્યાં છે. કાપડ અને હીરાના બજાર સ્વૈચ્છિક રીતે બંધ થઈ રહ્યાં છે તો આજથી હીરા યુનિટ શરૂ કરવાની જાહેરાત હોવા છતાં અનેક યુનિટો આજે શરૂ ન થાય તેમ પણ છે. આવામાં અનેક લોકો સાથે સંપર્કમાં આવતાં વેપારીઓએ પણ સેલ્ફ લોક ડાઉનનો માર્ગ અપનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો :  સુરત : કોરોનાના ડરથી વરાછાના આધેડ રત્નકલાકારે તાપી નદીમાં જંપલાવીને કર્યો આપઘાત, મૃતદેહ મળ્યો 

લોકો નુકશાન વેઠવા તૈયાર છે પરંતુ પરંતુ પોતાનો કે તેઓના લીધે અન્ય કોઈનો જીવ જાય તે માટે તૈયાર નથી શહેરમાં કાપડ માર્કેટ હીરા ઉદ્યોગ સાથે વિવિધ દુકાનદરો પણ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયા છે. જીવશું તો પૈસા કમાઈ લઈશું તેમ વિચારી દુકાનો કરી બંધ રહ્યા છે તો કેટલીક દુકાનોમાં ટાઈમ પણ ઘટાડાયો છે. દુકાનદારો સાથે સાથે એક સમયે કોરોના સપ્રેન્ડર બનેલા શાકભાજી માર્કેટના વેપારીઓ પણ આ મુહિમમાં જોડાયા છે.

પોળ અને શાકભાજી માર્કેટના વેપારીઓએ પોતાની દુકાનનો સમય આખો દિવસને બદલે બપોરે બે વાગ્યા સુધીનો રાખી અને તેનો અમલ પણ કરવાનું શરૂ કરી દીધું છે. તેમજ રાજમાર્ગ પર આવેલી મોટાભાગની દુકાનો બંધ રાખવામાં  આવી હતી. બીજી તરફ નોકરિયાતો પણ વર્ક ફ્રોમ હોમનો વિક્લપને પ્રધાન્ય આપી રહ્યાં છે.

આ પણ વાંચો :  અમદાવાદ : છાતીના ભાગમાં 30 ઘન સેમી જેટલી કેન્સરની ગાંઠ હતી, સિવિલે ટ્યૂમર કાઢી આપ્યું નવજીવન

સુરતમાં નોકરી કરતાં અનેક લોકો એવા છે કે જેઓ ઘર બેઠા જ ઓફિસનું કામ કરી રહ્યાં છે. આવા લાકોએ પોતે ઓફિસ જવાના બદલે ઘરથી જ કામ કરવાનો વિકલ્પ અપનાવી રહ્યાં છે. મોટા ભાગની ઓફિસમાં વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ રાખવામાં આવ્યો હોવાથી સંક્રમણમાંથી અનેક કર્મચારીઓ બચી રહ્યાં છે.
Published by:Jay Mishra
First published:

Tags: Coronavirus in surat, COVID-19, Self lockdown, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन