સુરતઃ દુકાન માલિકો ભાડા ઉઘરાવતાં ભાડા માફીની માંગણી સાથે બોમ્બે માર્કેટ ખાતે વેપારીઓઓના ધરણાં

સુરતઃ દુકાન માલિકો ભાડા ઉઘરાવતાં ભાડા માફીની માંગણી સાથે બોમ્બે માર્કેટ ખાતે વેપારીઓઓના ધરણાં
ધરણાં પણ બેઠેલા વેપારીઓની તસવીર

ધરણાં પર બેઠેલા દુકાનદારોએ ભાડા માફીની માંગ કરવાની સાથેસાથે સુત્રોચ્ચાર કર્યાં છે. વેપારીઓની એ પણ માંગ હતી કે ભાડા માફી સાથે આગામી 6 મહિના સુધી માત્ર 50 ટકા ભાડુંજ લેવામાં આવવું જોઇએ.

  • Share this:
સુરતઃ સુરતના વરાછાના (varachha)ઉમરવાડામાં આવેલી બોમ્બે માર્કેટ (Bombay Market) ખાતે વેપારીઓ ધરણા પર બેઠા છે. લોકડાઉનમાં (Lockdown) વેપારીઓને ધંધો થયો નથી. જેથી અમુક દુકાન માલિકો દ્વારા ભાડા માફ કરવામાં આવ્યાં છે. અમુક દુકાનદારો દ્વારા ભાડ ઉધરાવાઈ રહ્યા છે. જેથી તમામ દુકાનદારોના ભાડા માફ થાય તેવી માંગ સાથે વેપારીઓ ધરણાં પર બેઠાં હતં.. ધરણાં પર બેઠેલા દુકાનદારોએ ભાડા માફીની માંગ કરવાની સાથેસાથે સુત્રોચ્ચાર કર્યાં છે. વેપારીઓની એ પણ માંગ હતી કે ભાડા માફી સાથે આગામી 6 મહિના સુધી માત્ર 50 ટકા ભાડુંજ લેવામાં આવવું જોઇએ.

ઉમરવાડા ખાતે આવેલી બોમ્બે માર્કેટ સાડીઓની 1 હજારથી વધુ દુકાનો આવેલી છે. અને અનેક વર્ષો જુની માર્કેટમાં 60 ટકા દુકાનો ભાડા પર ચાલે છે. લાખો રૂપિયા એક દુકાનનું ભાડું હોઇ છે. લગ્ન સરાની સિઝનમાં લોકડાઉન આવતાં સાડીઓનું વેચાણ થયું નથી. વળી દુકાનો પણ આ સમયગાળા દરમિયાન સદંતર બંધ રહી હોવાથી ભાડુંઆતો દ્વારા ભાડુ ન લેવાની વિનંતી કરવામાં આવી હતી.પરંતુ બોમ્બે માર્કેટની 1 હજાર જેટલી દુકાનોમાંથી અમુક લોકોએ ભાડા માફ કર્યા જ્યારે અમુક લોકો ભાડા લેવાની ફિરાકમાં છે. જેથી વેપારીઓએ ધરણા કરી નારેબાજી કરી હતી. બીજી બાજુ લોકડાઉનમાં મળેલી છૂટછાટમાં પણ વેપાર કરવો કે ભાડા ભરવા તેની મૂંજવણમાં હોવાનું વેપારીઓ દ્વારા જણાવાયું છે. ધરણા પર બેસેલા વેપારીઓએ એપણ જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ રાબેતા મુજબ ધંધો ચાલે તેવી શકયતા ઓછી દેખાઇ રહી છે. જેથી વેપારીઓએ ત્યા સુધી કીધું હતું કે જો ભાડું માફ કરવામાં નહિ આવે તો આગામી દિવસમાં દુકાનને તાળુ મારી માલીકને ચાવી આપી દેવામાં આવશે.

વિરોધની તસવીર


કોગ્રેસના સભ્યોએ વિરોધના માસ્ક પહેરી સમિતિની ઓનલાઇન સભામાં દર્શાવ્યો વિરોધ
સુરત મહાનગર પાલિકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજરોજ ઓનલાઇન સમાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં માત્ર 14 કામો સાથે કોગ્રેસના સભ્યો દ્વારા પ્રક્ષનો રજુ કરવામાં આવ્યા હતા. આ સભા ઓનલાઇન હોઇ એટલે સ્થળ પર વિરોધ થઇ શકે તેમ ન હોવાથી કોગ્રેસના સભ્યો દ્વારા અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો. વિરોધના લખાણ વાળા માસ્ક પહેરીને ઓનલાઇન ચેરમેન સહિત તમામ સભ્યોને દેખાઇ એ રીતે માસ્ક પહેરી પોતાનો વિરોધ નોધાવ્યો હતો.
Published by:News18 Gujarati
First published:May 29, 2020, 23:02 pm

ટૉપ ન્યૂઝ