સુરત: 'હિન્દુસ્તાની દિવાળી' ઉજવવાના નિર્ધાર સાથે ચીનને 40 હજાર કરોડનો ફટકો આપવાની તૈયારી


Updated: October 22, 2020, 1:34 PM IST
સુરત: 'હિન્દુસ્તાની દિવાળી' ઉજવવાના નિર્ધાર સાથે ચીનને 40 હજાર કરોડનો ફટકો આપવાની તૈયારી
પ્રતિકાત્મક તસવીર

દેશભરના લાખો વેપારીઓ પણ સમર્થનમાં આવ્યા, ચીનના માલનો બહિષ્કરા કરીને લઘુ ઉદ્યોગોની વસ્તુઓની ખરીદી કરવામાં આવશે.

  • Share this:
સુરત: ભારત અને ચીન વધી રહેલા તણાવને લઇને ભારતમાં ચીનની વસ્તુઓનો બહિષ્કાર ( boycott chinese products) કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે દેશના વેપારીઓએ ચીનથી વસ્તુઓ નહીં મંગાવવાથી ચીનને 40 હજાર કરોડનો ફટકો પડ્યો છે. આ અભિયાનને આખા દેશના લાકો વેપારીઓનું સમર્થન પ્રાપ્ત થયું છે. કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના નેજા હેઠળ દેશના વેપારીઓએ ‘હિન્દુસ્તાની દિવાળી’ ઊજવવાના નિર્ધાર હેઠળ ચીનને રૂ.40 હજાર કરોડનો આર્થિક ફ્ટકો આપવાની તૈયારી કરી છે.

કેઇટના આ અભિયાનને દેશમાં લાખો વેપારીઓએ સમર્થન આપ્યું છે અને ચીની માલ નહીં વેચવાનો નિર્ધાર કર્યો છે. જ્યારે બીજી તરફ ગ્રાહકો પણ ચીનનો માલ ખરીદવાથી દૂર થઈ રહ્યા છે. ખાસ કરીને દિવાળીના તહેવારોમાં LED લાઈટ, જગમગતા તોરણ, દીવડાઓ જેવી અનેક વસ્તુઓની માંગ હોય છે. તહેવારોનો સમય હોય ત્યારે આ વસ્તુઓની માંગ ખૂબ વધારે રહે છે. પરંતુ આ વર્ષે ભારતીય બનાવટની વસ્તુઓની ખરીદી કરવાના લોકોનાં નિર્ણયનાં પગલે ચીનને કરોડો રૂપિયાનું નુકશાન થશે.

આ પણ વાંચો: બનાસકાંઠા: પ્રેમિકાને મળવા આવેલા યુવકને ઝાડ સાથે બાંધીને મુંડન કરાયું

CAITના મહાસચિવ પ્રવિણ ખંડેલવાલે આ મામલે જણાવ્યું હતું કે, દેશમાં દિવાળીના તહેવારો દરમિયાન આશરે રૂ. 70 હજાર કરોડનો વેપાર થાય છે, તેમાં સોના-ચાંદી, ઑટોમોબાઇલ જેવા મોંઘા વેપાર પણ સામેલ છે. આ રૂ. 70 હજાર કરોડના કુલ વેપારમાંથી રૂા. 40 હજાર કરોડનો માલ ગયા વર્ષે ચીનથી આયાત થયો હતો. ભારતીય જવાનોની શહીદી એળે જાય નહીં તે માટે કેઈટ તરફથી 'આત્મનિર્ભર ભારત અભિયાન' હેઠળ ચીનનો સામાન નહીં લેવાનો નિર્ધાર કરતાં ચીનને આ તહેવારોની મોસમમાં રૂા. 40 હજાર કરોડથી વધુનું નુકસાન થશે.

આ પણ વાંચો: નવસારીઃ 28 વર્ષીય નર્સનો આપઘાત, સિવિલના ઉચ્ચ અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

ચીની સામાનના વિકલ્પ તરીકે સ્થાનિક લઘુ ઉદ્યોગોને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. દેશના કારીગરો અને કલાકારોને વિવિધ માલના ઑર્ડર અપાઈ ચૂક્યા છે અને તેમનો માલ સ્થાનિક વેપારીઓ લઈ ચીની સામાનને તિલાંજલી આપશે, એમ ખંડેલવાલે વદુમાં ઉમેર્યું હતું.આ પણ જુઓ-

આ મામલે સુરત ખાતે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા વેપારી સંગઠનના આગેવાન પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે, "આ વર્ષે દેશના વેપારીઓએ નક્કી કર્યું છે કે દરેક રાજ્યની અંદર જે વસ્તુઓ ચીનથી આયાત કરતા હતા તે બંધ કરીને ફક્ત ભારતમાં બનતી વસ્તુઓ જ વેચશે. આ નિર્ણયથી ચીનને લગભગ 40 હજાર કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. આ ઉપરાંત અમે સરકારને ત્રણ હજાર વસ્તુઓની એક યાદી સોંપી હતી. અમે સરકારને વિનંતી કરી હતી કે આ વસ્તુઓમાંથી જે વસ્તુ ભારતમાં બને છે તેની આયાત પર પ્રતિબંધ મૂકો અથવા તેના પર ભારે ઇમ્પોર્ટ ડ્યૂટી નાખો. આ કારણે ભારતમાં જ બનતી વસ્તુઓનું વધારે વેચાણ થશે.
Published by: Vinod Zankhaliya
First published: October 22, 2020, 1:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading