સુરત : વેપારીને ઓનલાઇન લેપટોપ ખરીદવું ભારે પડ્યું, શિપિંગના પૈસા ચૂકવવા જતાં 34 હજાર ગુમાવ્યાં


Updated: June 30, 2020, 3:29 PM IST
સુરત : વેપારીને ઓનલાઇન લેપટોપ ખરીદવું ભારે પડ્યું, શિપિંગના પૈસા ચૂકવવા જતાં 34 હજાર ગુમાવ્યાં
પ્રતિકાત્મક તસવીર

શિપિંગ ચાર્જ પેટે ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 120નું પેમેન્ટ કર્યા બાદ વેપારીના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 34 હજાર ઉપડી ગયા.

  • Share this:
સુરત : શહેરના વેસુ વિસ્તારમાં રહેતા હાર્ડવેર વેપારી (Hardware Trader)ને ઓનલાઈન લેપટોપ (Online Shopping) ખરીદતા પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. ઓનલાઇન લેપટોપ ખરીદવા nexastore.com નામની વેબસાઇટ પર ક્રેડિટ કાર્ડ (Credit Card)થી રૂ. 120નો શિપિંગ ચાર્જ (Shipping Charge) ચૂકવવા જતા ભેજાબાજોએ રૂ. 34 હજાર ઉપાડી લીધા હતા.

અલથાણનાં સ્વસ્તિક શ્રીનાથ કોમ્પ્લેક્ષમાં રહેતા કૈલાશ સાધુરામ સિંઘલ હાર્ડવેરની દુકાન ધરાવે છે. તેઓએ ગત તા. 17 ના રોજ લેપટોપ ખરીદવા માટે ગૂગલ પર સર્ચ કરતા nexastore.com નામની વેબસાઇટ ઓપન થઇ હતી. જેમાં એચપી કંપનીના લેપટોપ પર ક્લિક કરતા પેજ ઉપર શિપિંગ ચાર્જ પેટે રૂ. 120 ચૂકવવા જણાવતા કૈલાશે ઇન્ડુસ બેંકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ ચુકવ્યું હતું. પેમેન્ટ ચુકવ્યાના બીજા દિવસે કૈલાશ પર બેંકમાંથી કોલ આવ્યો હતો કે તમે રૂ. 34 હજારનું ટ્રાન્ઝેકશન કર્યું છે કે નહીં? તે તમારા મેસેજમાં ચેક કરો.

આ પણ વાંચો : વિંધ્યાચળની ગિરિમાળા લીલીછમ બની, સ્ટેચ્યૂ ઑફ યુનિટિનો જોવા મળ્યો નયનરમ્ય નજારો

જેથી કૈલાશે તુરંત જ મેસેજ ચેક કરતા રૂ. 20 હજાર, રૂ. 10 હજાર, રૂ. 2 હજારના ટ્રાન્ઝેકશનના મેસેજ હતા. જેથી તુરંત જ કૈલાશે સાઇબર ફ્રોડમાં ફરિયાદ નોંધાવી હતી અને બેંકમાં જઇ તપાસ કરતા વધુ એક ટ્રાન્ઝેકશન રૂ. 2 હજારનું થયું હતું. આમ ભેજાબાજે અલગ અલગ રીતે કુલ રૂ. 34 હજાર તફડાવી લીધા હતા. જેથી કૈલાશે પોતાનો ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું.

નીચે જુઓ : વીજળી પડવાનો લાઇવ વીડિયો
જોકે, ત્યાર બાદ પણ ભેજાબાજે રૂ. 25 હજારનું ટ્રાન્જેકશન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર્ડ બ્લોક હોવાથી સફળતા મળી ન હતી. જોકે, આ સમગ્ર મામલે તેઓએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાઇબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધી આ ભેજાબાજનું પગેરું શોધવાના પ્રયાસો શરુ કર્યા છે.
First published: June 30, 2020, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading