સુરતના વેપારીનું કોમ્પ્યુટર હેક કરી વિચિત્ર ધમકી, 'તમારો વીડિયો તમારા મિત્રો પાસે પહોંચી જશે'

News18 Gujarati
Updated: June 30, 2020, 3:54 PM IST
સુરતના વેપારીનું કોમ્પ્યુટર હેક કરી વિચિત્ર ધમકી, 'તમારો વીડિયો તમારા મિત્રો પાસે પહોંચી જશે'
પ્રતિકાત્મક તસવીર

સુરતના વેપારી પાસેથી ગઠિયાએ 500 ડોલર બિટકોઈનની ખંડણી માંગી, કંપનીના મેઇલ આઇડી પર મેઇલ કરીને પૈસા માંગ્યાં.

  • Share this:
સુરત : આજકાલ ગઠિયા છેતરપિંડી (Cheating) માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. શહેરના ઘોડદોડ રોડના વેપારીનું કોમ્પ્યુટર હેક (Computer Hacking) કરી તેને વિચિત્ર ધમકી અપાઈ છે. ગઠીયાઓએ તેઓની કંપનીનો ડેટા (Company Data) હેક કરી વેપારી પાસેથી ખંડણી માંગી છે. આ ખંડણી (Extortion) બીટકોઈનમાં 500 ડોલરની માંગવામાં આવી છે. સાથે જ જો આ પૈસા નહીં આપવામાં આવે તો તેની કંપનીના ડેટાનો નાશ અને તેના વીડિયો (Personal Video) તેના મિત્રોને મોકલી આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

વાત એમ છે કે વેસુમાં બીગ બજારની બાજુમાં સ્વામી ગુણાતિતનગર કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં રહેતા રાકેશ પ્રશાંત પોપાવાળા ઘોડદોડ રોડ પર ફોનીક્સ ટ્રેડર તેમજ અન્ય કંપનીઓના નામથી ડિસ્ટ્રીબ્યુશન અને સીએનએફએ ટ્રાન્સપોર્ટ અને વેરહાઉઝીંગનું કામ કરે છે. તેમની તમામ કંપનીઓના તેમજ વ્યકિતગત ડેટા ઓફિસમાં સર્વરમાં સ્ટોર કરવામાં આવ્યા છે. 19 સપ્ટેમ્બર 2019ના રોજ કંપનીના મેઇલ આઈડી પર આવેલા મેઇલમાં સબ્જેક્ટ સિક્યુરીટી નોટીસ લખ્યું હતું.

આ પણ વાંચો : વેપારીને ઓનલાઇન લેપટોપ ખરીદવું ભારે પડ્યું, શિપિંગના પૈસા ચૂકવવા જતાં 34 હજાર ગુમાવ્યાં

આ નોટિસમાં ગઠિયાએ લખ્યું કે, હું એક હેકર છે. હું વેપારીની કંપનીની ઓપરેટિંગ સિસ્ટમ હેક કરીને ઓપરેટ કરી શકુ છું. એડલ્ટ સાઇટના કારણે તમારી સિસ્ટમ ટ્રોઝન વાઇસરથી ઇન્ફેક્ટેડ થઈ ગઈ છે. આ વાઇરસથી તમારા કોમ્પ્યુટર પર કંટ્રોલ કરી લીધો છે. તેથી તમારા કોમ્પ્યુટરની સ્ક્રિન પર શું ચાલી રહ્યું છે તે બધુ જોઈ શકું છું. હું તમારા તમામ ફોન કોન્ટેક્ટ અને કોરસ્પોન્ડન્સ સાથે સંપર્ક કરી શકું છું. મેં તમારો એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં તમે પોતાને કેવી રીતે સંતોષ આપો છો તે રેકોર્ડ થયેલું છે. એક જ ક્લિકથી તે વીડિયો તમારા સાથે જોડા‌યેલા તમામના મેઇલ પર અને કોન્ટેક્ટ પર સોશિયલ નેટવર્કથી મોકલી શકું છું. જો આ બધુ તમે રોકવા માંગો છો તો 500 ડોલર બીટકોઈનના રૂપમાં આપવા પડશે. જો 50 કલાકમાં બીટકોઈન ન આપે તો ડબલ રકમ આપવી પડશે.

આ પણ વાંચો : વિંધ્યાચળની ગિરિમાળા લીલીછમ બની, સ્ટેચ્યૂ ઑફ યુનિટિનો જોવા મળ્યો નયનરમ્ય નજારો

વીડિયોમાં જુઓ : ભારતે ચીન સામે ડિજિટલ ડંડો પછાડ્યો

ડેટા ઉડાવી દેવાની ધમકી

સાથે જ હેકરે એવી ધમકી આપી છે કે તેને બીટકોઈન ન મળે તો તમામ ડેટા નષ્ટ કરી દેશે. જેથી કંપનીના અગત્યનાં ડેટા ચોરાઈ જવાની અને તેનો ખોટો ઉપયોગ થવાનાં ભયને લઈ રાકેશે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગઠિયાએ કરેલા મેઇલ આઈડીનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.
First published: June 30, 2020, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading