સુરતમાં નવો સુવર્ણ ઇતિહાસ લખાશે, ઐતિહાસિક દીક્ષા મહોત્સવમાં એક સાથે 77 દીક્ષાર્થીઓ દીક્ષા લેશે


Updated: January 27, 2020, 1:51 PM IST
સુરતમાં નવો સુવર્ણ ઇતિહાસ લખાશે, ઐતિહાસિક દીક્ષા મહોત્સવમાં એક સાથે 77 દીક્ષાર્થીઓ દીક્ષા લેશે
એક સાથે 77 મુમુક્ષો દીક્ષા લેશે.

77 દીક્ષાર્થીઓમાં સુરત સહિત, મુંબઇ, અમદાવાદ, પૂના, બેંગલુરુ, ડીસા, કોઇમ્બતુર, બાડમેર વગેરે શહેરો-ગામના દીક્ષાર્થીઓ છે. 10 વર્ષથી 84 વર્ષના મુમુક્ષુઓ દીક્ષામાર્ગે જઇ રહ્યા છે.

  • Share this:
સુરત : 528 વર્ષ પહેલા ઇ.સ. 1548માં ઇડર ખાતે હેમવિમલસૂરિશ્વજી મહારાજાની નિશ્રામાં ઐતિહાસિક સામૂહિક 500 દીક્ષા થઇ હતી. ત્યારબાદ સુરતના આંગણે વર્ષ-2014માં આચાર્ય જિનચંદ્રસૂરિશ્વરજી અને યોગતિલકસૂરિશ્વરજી મહારાજની આધ્યાત્મિક વાણીથી વૈરાગ્ય પ્રાપ્ત કરીને 45 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. સુરતનો દીક્ષાધર્મનો આ વિક્રમ હવે સુરતમાં જ બ્રેક થઇ રહ્યો છે. દીક્ષાનગરી તરીકે ઓળખ મેળવી ચુકેલી સુરત નગરીમાં હવે એક સાથે 77 દીક્ષાર્થીઓ સંયમ માર્ગે જઇ રહ્યા છે. આગામી તારીખ પ્રથમ ફેબ્રુઆરીએ દીક્ષા ઉત્સવ થશે. જે પહેલા તમામ મુમુક્ષો માટે ખાસ ભવ્ય જમણવાર રાખવામાં આવ્યો હતો. જેમાં હજારો લોકો ઉમટી પડયા હતા. આ દીક્ષામાં 10 વર્ષથી લઇને 86 વર્ષ સુધીના દીક્ષાર્થીઓ છે.

સુરતમાં યોજનાર આ દીક્ષાના 'રત્નત્રયી સમર્પણોત્સવ'માં 77 મુમુક્ષુઓ સુરતમાં 1લી ફેબ્રુઆરી-2020ના રોજ દીક્ષા ગ્રહણ કરશે. આ દીક્ષા મહોત્સવમાં આચાર્ય વિજય શ્રેયાંસપ્રભસૂરિશ્વરજી મહારાજા સહિત 800થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા પ્રદાન થશે. આ દીક્ષા માટે આગમ વિશારદ વિજય તપોરત્નસૂરિશ્વરજી મહારાજા આદિ મુનિ ભગવંતો અમદાવાદથી વિહાર કરીને સુરત પધારશે. જ્યારે મુનિરાજ કલ્યાણરત્ન વિજયજી મહારાજા પૂનાથી વિહાર કરીને સુરત પધારશે.

આ પણ વાંચો : સુરતના કરોડપતિ પરિવારનો ભવ્ય વરઘોડો નીકળ્યો, ધનાઢ્ય પરિવાર સંયમનો માર્ગ અપનાવશે

દીક્ષા માટે ભારતભરમાંથી 30 હજારથી વધુ શ્રાવક-શ્રાવિકાઓ સુરત પધારશે. 77 દીક્ષાર્થીઓમાં સુરત સહિત, મુંબઇ, અમદાવાદ, પૂના, બેંગલુરુ, ડીસા, કોઇમ્બતુર, બાડમેર વગેરે શહેરો-ગામના દીક્ષાર્થીઓ છે. 10 વર્ષથી 84 વર્ષના મુમુક્ષુઓ દીક્ષામાર્ગે જઇ રહ્યા છે. જેમાં 20 જેટલા બાળમુમુક્ષુઓ છે. 34 જેટલા 20થી 40 વર્ષના છે. જેમાં ચાર પરિવારો ઘરને તાળું મારીને દીક્ષા માર્ગે પ્રયાણ કરશે.

તા-28મી જાન્યુઆરી-2020થી શરૂ થનારા આ ઐતિહાસિક દીક્ષા મહોત્સવ માટે વેસુના બલરફાર્મમાં એક લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં વિશાળ ડોમ સહિતની તૈયારીઓ થઇ રહી છે. 45 દીક્ષા ઉત્સવનો ઇતિહાસ લખનાર સુરત હવે દીક્ષાધર્મનો નવો સુવર્ણ ઇતિહાસ રચશે. પરંતુ મુમુક્ષોની દીક્ષા વિધિ સંપૂર્ણ થાય તે પહેલા ખાસ ભોજન તેમની માટે રાખવામાં આવ્યું હતું. જયા દીક્ષાર્થીઓની સાથે તેમના પરિવાર જનો અને જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જૈન અગ્રણી અને ડે મેયર નીરવ શાહે જણાવ્યું હતું કે, આ 77 દીક્ષાની સાથે સુરત શહેરમાં એ ચાર દિવસો દરમિયાન 100થી વધુ દીક્ષાઓ થવા જનારી છે, જે પણ એક ઐતિહાસિક ઘટના છે. સુરત દીક્ષાનગરી તો બની જ ગઇ છે પરંતુ હવે ઐતિહાસીક દીક્ષા ઉત્સવ પણ સુરતના નામે રહેશે.
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर