Home /News /south-gujarat /

સુરત: સલમાનનો વિરોધ, 'ટાઇગર ઝીંદા હૈ'નાં પોસ્ટર્સ ફાળ્યા, થિએટરમાં તોડફોડ

સુરત: સલમાનનો વિરોધ, 'ટાઇગર ઝીંદા હૈ'નાં પોસ્ટર્સ ફાળ્યા, થિએટરમાં તોડફોડ

વાલ્મિકી સમાજ દ્વારા સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ઝિન્દા હૈનો ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે સુરતનાં રતન અને રૂપમ સિનેમામાં પણ આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે

વાલ્મિકી સમાજ દ્વારા સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ઝિન્દા હૈનો ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે સુરતનાં રતન અને રૂપમ સિનેમામાં પણ આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે

સુરત: વાલ્મિકી સમાજ દ્વારા સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ઝિન્દા હૈનો ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે સુરતનાં રતન અને રૂપમ સિનેમામાં પણ આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે. 100થી વધુ વાલ્મિકી સમાજનાં યુવાનોએ ફિલ્મ પ્રદર્શિત નહીં કરવા માટે વિરોધ કર્યો છે. આ સાથે જ ભળકેલાં ટોળાએ ફિલ્મનાં પોસ્ટર્સ પણ ફાડી નાક્યા હતાં.

ફ્કત ગુજરાતમાં જ નહીં દેશમાં ઠેર ઠેર ફિલ્મનો વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ થઇ રહ્યો છે. ત્યારે જામખંભાળિયામાં પણ વાલ્મીકી સમાજે સલમાનખાન અને શિલ્પાશેટ્ટીનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ખંભાળિયામાં આવેલા વિજય સિનેમામાં વાલ્મીકી સમાજના લોકોએ ફિલ્મ બંધ કરાવી હતી,,અને ટાઈગર ઝીંદા હૈનાં પોસ્ટરો પણ ઉતરાવ્યા હતા.બાદમાં સલમાનના પુતળા અને ફોટા પર ખીજ ઉતારી વિરોધ વ્યક્ત કરાયો હતો.
First published:

Tags: Actor salman khan, Katrina kaif, Shilpa Shetty, Tiger Zinda hai, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन