કમલેશ તિવારી હત્યા : સુરતનો રશીદ પઠાણ માસ્ટર માઇન્ડ, ષડયંત્ર પણ સુરતમાં જ ઘડાયું હતું

News18 Gujarati
Updated: October 19, 2019, 12:23 PM IST
કમલેશ તિવારી હત્યા : સુરતનો રશીદ પઠાણ માસ્ટર માઇન્ડ, ષડયંત્ર પણ સુરતમાં જ ઘડાયું હતું
સીસીટીવીમાં કેદ થયા આરોપીઓ.

સુરતમાંથી રસીદ પઠાણ, ફૈઝાન પઠાણ તથા મૌલવી મોહસીન શેખની ધરપકડ કરવામાં આવી છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : ઉત્તરપ્રદેશની (Uttar Pradesh ) રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની  (Kamlesh Tiwari) શુક્રવારે ગળુ કાપી હત્યા (murder) કરવામાં આવી હતી. ગુજરાત એટીએસની  (Gujarat ATS) ટીમે સુરતથી (Surat) હત્યામાં સંકડાયેલા 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં સુરતમાંથી રસીદ પઠાણ, ફૈઝાન પઠાણ તથા મૌલવી મોહસીન શેખની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી રસીદ દુબઇથી બે મહિના પહેલા કમલેશ તિવારીની હત્યા માટે આવ્યો હતો.

આ પણ વાંચો : હિન્દુ સમાજ પાર્ટીનાં કમલેશ તિવારીની હત્યામાં સુરતથી 3 લોકોની ધરપકડ, હત્યાનું કારણ આવ્યું સામે

ધરપકડ કરાયેલ ત્રણેય સુરતનાં છે

યુપીનાં ડીજીપી ઓ. પી. સિંગે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'કમલેશ તિવારીની હત્યાનાં ઘટનાસ્થળે એક મીઠાઇનો ડબ્બો મળ્યો હતો. જેની પર ગુજરાતનું સરનામું હતું. જેથી અમે ગુજરાત પોલીસનુ સંપર્ક કર્યો. હાલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સાથે હાલ સઘન પૂછપરછ થઇ રહી છે. જેમાંથી એક મૌલાના મોહસીન શેખ સલીમ છે જે 24 વર્ષનો સુરતનો રહેવાસી છે. આ સાડીની એક દુકાનમાં કામ કરે છે. અન્ય એક વ્યક્તિનું નામ ફૈઝાન છે જે 21 વર્ષનો છે અને સુરતનો રહેવાસી છે. આ જૂતાની દુકાનમાં કામ કરતો હતો. ત્રીજો વ્યક્તિ પણ સુરતનો રશીદ એહમદ પઠાણ છે જે દરજીનું કામ કરે છે. આ વ્યક્તિને કોમ્પ્યુટરની પણ જાણકારી છે. '

યુપીનાં ડીજીપી ઓ. પી. સિંગ


આ પણ વાંચો : હત્યાના એક દિવસ પહેલા કમલેશ તિવારીએ ટ્વિટર પર શેર કરી હતી 16 મસ્જિદોની યાદીરશીદ પઠાણે બનાવ્યો હતો પ્લાન

પ્રાથમિક તપાસમાં અમને જાણ કરતા ખબર પડી છે કે આ ત્રણેય વ્યક્તિ કમલેશ તિવારીની હત્યામાં સંડોવાયેલા છે. આ ઉપરાંત અન્ય બે લોકો પણ સામેલ છે. જેમની શોધખોળ ચાલી રહી છે. ધરપકડ કરાયેલા લોકો સાથે હાલ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. રશીદ પઠાણે પહેલાનો પ્લાન બનાવ્યો હતો. 2015માં જ્યારે કમલેશ તિવારીનાં નિવેદન સામે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે આને મારી નાંખવો જોઇએ. ફૈઝાન મીઠાઇ લેવાનાં દેખાતા સીસીટીવીમાં દેખાયો હતો. રાશીદનો ભાઇ અને ગૌરવ તિવારીની પહેલા અટકાયત કરી હતી હાલ તેમને છોડી દેવામાં આવ્યાં છે. પરંતુ તે બંન્ને પર ચાંપતી નજર રાખવામાં આવશે.

First published: October 19, 2019, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading