સુરતઃ રામનગર માર્કેટમાં દંડ કરવા ગયેલી પાલીકાની ટીમને વિફરેલા લોકોએ ધેરી લીધી અને પછી..


Updated: July 9, 2020, 10:51 PM IST
સુરતઃ રામનગર માર્કેટમાં દંડ કરવા ગયેલી પાલીકાની ટીમને વિફરેલા લોકોએ ધેરી લીધી અને પછી..
પાલીકાના અધિકારીઓની તસવીર

આજે રામનગર ખાતે આવેલા માર્કેટમાં પાલિકાના અધિકારીઓ દ્વારા દંડની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો વિફર્યા હતા અને પાલિકાના સ્ટાફને ધેરી લીધો હતો.

  • Share this:
સુરત: શહેરમાં માસ્ક (Mask) પહેર્યા વગર વેપાર કરતા અને ડિસ્ટન્સ મેન્ટેઇન નહિ કરનાર સામે કડક પગલા લેવાની જાહેરાત મનપા કમિશ્નર દ્વારા કરવામાં આવી છે. આવા સમયે મનપા કર્મીઓ આજે રામનગર ખાતે આવેલા માર્કેટમાં તપાસ કરવા માટે ગયા હતા. જ્યા પાલિકા દ્વારા દંડની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનીક લોકો વિફર્યા હતા અને પાલિકાના સ્ટાફને ધેરી લીધો હતો. સ્થાનીક દુકાન દારોએ આક્ષેપ કર્યો હતો કે અમારી પાસે આડેધડ દંડ લેવામાં આવે છે. પરંતુ મનપાના સ્થાનીક કર્મચારીઓથી ગભરાઇને ત્યાથી નીકળી ગયા હતા.

સુરત શહેરમાં (surat city) કોરોના વાયરસ (coronavirus) કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેને લઇને કોરોનાને લઇને પાડવામાં આવેલ ગાઇડ લાઇનનો સખત પણે અમલ કરવામાં આવે તે દિશામાં આરોગ્ય વિભાગ પ્રયાસ કરી રહી છે. પરંતુ રોજ લાખો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે તેમ છતા સુરતની અમુક પ્રજા સુધરતી નથી. જેને લઇને મનપાના કર્મચારીઓએ કડક થવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ-સુરતઃ કોરોનાના કહેર વચ્ચે લક્ઝુરિયસ માસ્કની માંગ વધી, જ્વેલર્સ દ્વારા બનાવ્યા ખાસ ડાયમંડના માસ્ક, જુઓ તસવીરો

આ પણ વાંચોઃ-સુરતની હૃદયદ્રાવક ઘટના: અકસ્માતમાં પુત્રના મોતના સમાચાર બાદ પુત્ર વિયોગમાં માતાનું મોત

આ પણ વાંચોઃ-અનોખા લગ્નઃ એક મંડપમાં એક દુલ્હાએ બે દુલ્હન સાથે લીધા ફેરા, એક સાથે લવ મેરેજ તો બીજી સાથે અરેન્જ મેરેજ

પરંતુ આજે કઇક અલગજ દ્રશ્યો દેખાયા હાત. મહાનગર પાલિકાના કર્મચારીઓ રાંદર રામનગર ખાતે આવેલ માર્કેટમાં તપાસ કરવા માટે ગયા હતા. જયા શોસ્યલ ડિસ્ટન્સના અભાવે અનેક દુકાનોને દંડ કરવામાં આવ્યા હતા. જેમાં વેપારીઓએ મનપાના કર્મચારીઓ સાથે કેમ અમુક દુકાનને ઓછો દંડ અને અમુક દુકાનને વધુ દંડ કરવામાં આવે છે. તેવી દલીલો કરી હતી.

ત્યાર બાદ વાતાવરણ તંગ થતા દુકાન દારોએ મનપાના કર્મચારીઓને ઘેરી લીધા હતા. અને તેમની પર આક્ષેપ કર્યો હતો કે તમે બેફામ દંડ વસુલ કરો છો. અને પોતે શોસ્યલ ડિસ્ટન્સનું પાલન પણ નથી કરતા જેથી વાતાવરણ બગડયું હતું. મોટી સંખ્યામાં વેપારીઓ એક સાથે ભેગા થઇ જતા આખરે મનપાના કર્મચારીઓએ સ્થળ પરથી રવાના થઇ જવાનો વારો આવ્યો હતો.
Published by: ankit patel
First published: July 9, 2020, 10:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading