કિર્તેષ પટેલ, સુરતઃ સામાન્ય રીતે સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલોમાં તંત્રની બેદરકારીઓ છાસવારે સામે આવે છે. ત્યારે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જીવતા દર્દીને પોસ્ટમોર્ટમ બહાર ફેંકી દેવાયો હોવાની ઘટના બની છે.
મળી માહિતી પ્રમાણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને લાવવામાં આવ્યો હતો. જોકે, દર્દીને પોસ્ટમોર્ટમ બહાર ફેંકીદીધો હોવાનું સામે આવ્યું હતું. રેસિલેન્ડ તબીબનુ કહેવું છે કે, હોસ્પિટલની એન્ટ્રી બુકમાં દર્દી જતો રહ્યો હોવાનું નોંધ્યં હતું. જોકે, દર્દીને સિવિલના કોન્ટ્રાક્ટ હેઠળના નોકર થકી પીએમ રૂમ પર મોકલી આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ ફરીથી દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે દર્દી 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જેને પીએમ રૂમ પાસે રજડતો કરી દેવાયો હતો. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપી દીધા છે. જો આ ઘટનામાં રેસિડેન્ટ તબીબ કે અન્ય જવાબદાર હશે તો તેની સામે ચોક્કસ પગલા લેવામાં આવશે એવી તૈયારી તંત્ર દ્વારા બતાવી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને તંત્રની બેદરકારીના કારણે તેઓ ગુસ્સો ભરાયા હતા. અને કામ નહીં કરો તો ટાંટિયા તોડી નાખવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી. આ વાત પરથી ચોક્કસ કહી સકાય કે નવી સિવિલ હોસ્પિટલ તંત્ર ભારે બેદરકારી ભર્યું કામ કરી રહ્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર