સુરત: સિવિલની ગંભીર બેદરકારી, બાળકીને કરાવવું પડશે હવે ફરી ઓપરેશન

News18 Gujarati
Updated: June 22, 2018, 7:15 PM IST
સુરત: સિવિલની ગંભીર બેદરકારી, બાળકીને કરાવવું પડશે હવે ફરી ઓપરેશન

  • Share this:
સુરત સિવિલની ગંભીર બેદરકારી ફરી એક વખત સામે આવી છે, નિકિતા સિંગ નામની બાળકીને ગળા અને પેટના ભાગે ગાંઠ હતી જે કાઢી એની બાયોપ્સી અમદાવાદ કરાવવાની હતી જે સુરત સિવિલ દ્વારા સુરતમાંજ કરી દેવામાં આવી છે.

સુરત સિવિલ હોસ્પિટલ છેલ્લા કેટલા દિવસોથી સમયાંતરે વિવાદમાં આવી રહી છે. થોડા દિવસો પહેલા પથરીના દર્દીના પેટમાં નળી ભૂલી જવાનો મામલો સામે આવ્યો હતો, જેના બાદ આજે એક નિકિતા સિંગ નામની બાળકીની બાયોપ્સી કરવાનો મામલો સામે આવ્યો છે. બાળકીને 2 મહિનાથી પેટમાં દુખાવો થતો હતો. જે મામલામાં તપાસ કરતા બાળકીને ઓપરેશન કરી એના ટીસ્યુ લઈ અમદાવાદ રિપોર્ટ કરાવવાનો હતો. જો કે આ રિપોર્ટ અહીંયા જ કરી દેવામાં આવતા નિકિતના પિતા હાલ પરેશાન છે તેમને સિવિલ ઉપર આરોપ લગાવ્યો છે કે, સિવિલની બેદરકારીને કારણે ફરી વખત ઓપરેશન કરવું પડશે.

નિકિતાના પિતા સંદીપ સિંગે જણાવ્યું કે, મારી છોકરીને બે મહિનાથી પેટના દુખાવાની તકલીફ છે, આ તકલીફ બાદ ડોક્ટરનો સંપર્ક કરતા તેમણે મને સુરત સિવિલ ખાતે તપાસ કરાવવા કહ્યું, હું અહીં આવ્યા બાદ સારવાર કરવામાં આવી પરંતુ મારી બાળકીના ઓપરેશન બાદ તેણીના ટીસ્યુની બાયોપ્સી અમદાવાદ ખાતે કરાવવાની હતી. જે સિવિલના ડોક્ટરો દ્વારા તેણીની બાયોપ્સી રિપોર્ટ અહીં જ કરી નાખ્યો, જ્યારે હું બીજા ડોક્ટરોને મળ્યો ત્યારે ખબર પડી કે તેણીનો રિપોર્ટ ખોટો છે.

સુરત સિવિલ હોસ્પટિલની બેદરકારી સામે આવી છે, ત્યારે સુરત સિવિલના ડોક્ટરોની બેદરકારીનો સમગ્ર મામલો આજે સુપ્રિટેન્ડન્ટ પાસે પહોંચ્યો હતો. આ મામલો ત્યાં પહોચતાની સાથે તેમના દ્વારા સૂફિયાણી વાતો શરૂ કરી દેવામાં આવી હતી. તેમણે નિકિતાના પિતાને એક અરજી આપી સમગ્ર મામલે તપાસ કરવાની હૈયાધારણ આપી હતી, પરંતુ તપાસ ક્યારે થશે અને શું પગલા લેવામાં આવશે તે અંગેની કોઇ વાત જણાવી ન હતી.

સુરત સિવિલ હોસ્પિટલ ઈન. સુપ્રિટેન્ડન્ટ વિજય શાહે જણાવ્યું કે, અમારી પાસે વાલી આવ્યા છે એમની ફરિયાદ પ્રમાણે બાયોપ્સીની તકલીફ છે, આ બાયોપ્સી રિલેટેડ પ્રોબ્લેમ છે આ ત્રણ અલગ અલગ ડિપાર્ટમેન્ટનો મામલો હોઇ ત્રણે ડિપાર્ટમેન્ટના હેડને ભેગા કર્યા બાદ માલૂમ પડશે કે કોની બેદરકારી છે સરકારી નિયમ પ્રમાણે પગલા લેવામાં આવશે.

જે કોઇપણ પ્રકારની બેદરકારી સુરત સિવિલના ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે ત્યારે આ બેદરકારીનો ભોગ જ્યારે દર્દી બન્યા છે ત્યારે 8 વર્ષની આ બાળકીએ ફરી વખત એક નવા જ ઓપરેશનમાંથી પસાર થઇને દર્દ તો સહન કરવું જ પડશે. કદાચ આ દર્દની તકલીફ અંગે ડોક્ટરને ખ્યાલ ન પણ આવે.સ્ટોરી - આનંદ પટણી
First published: June 22, 2018, 7:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading