સુરત: પતિને છોડી પ્રેમી સાથે રહેતી પ્રેમિકાની નગ્ન અવસ્થામાં મળી લાશ

kiran mehta
Updated: June 24, 2018, 4:16 PM IST
સુરત: પતિને છોડી પ્રેમી સાથે રહેતી પ્રેમિકાની નગ્ન અવસ્થામાં મળી લાશ

  • Share this:
પ્રેમ-લગ્ન એક વ્યક્તિને નવું જીવન આપે છે, પરંતુ ક્યારેક આ સંબંધમાં કોઈ એવી ખટાશ ઉભી થઈ જાય છે કે, તેનાથી કંટાળી લોકો જીવન ટુંકાવી દેતા હોય છે. આવી જ એક ઘટના સુરતના સચિન વિસ્તારમાં સામે આવી છે. જેમાં એક મહિલા પોતાના પતિને છોડી પ્રેમી સાથે રહેતી હતી, જેનું આજે રહસ્યમય મોત નિપજ્યુ છે.

મળતી માહિતી મુજબ, સુરતના સચિન પલિગામના લક્ષ્મીનગરમાં પોતાના પતિને છોડી પ્રેમી સાથે રહેતી એક મહિલાનું ઘરમાં જ રહસ્યમય મોત નિપજ્યું છે. આ ઘટના આજે વહેલી સવારની હોવાની જાણકારી મળી રહી છે. આ ઘટનાની જાણ તેના પ્રેમીને સવારે ઉઠતા થઈ હતી.

વિગતવાર ઘટના જોઈએ તો, પાંચ મહિનાથી પોતાના પતિને છોડી સુરતના સચિન પાલિગામના લક્ષ્મીનગરમાં પ્રેમી બબલુ મિશ્રા નામના વ્યક્તિ સાથે રહેતી મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થયાનું સામે આવ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રેમી વહેલી સવારે ઉઠ્યો તો તેણે જોયું કે, પ્રેમિકા નગ્ન અવસ્થામાં જમીન પર પડી હતી, તેણે તુરંત પાડોશમાં રહેતી મહિલાઓની મદદ લઈ તેને કપડા પહેરાવી તુરંત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ મહિલાએ મૃત જાહેર કરી હતી, આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મહિલાએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે.

આ મુદ્દે પોલીસે પ્રેમી બબલૂની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, હું મારી પ્રેમિકા વંદના પટેલ પાસે પાંચ મહિનાથી લક્ષ્મીનગરમાં રહું છું. તે પાંચ મહિના પહેલા મને રેલ્વે સ્ટેશને મળવા આવી હતી, અને કહ્યું હતું કે, મારા પેટમાં તારો ત્રણ મહિનાનો ગર્ભ છે. હું તેની સારવાર પણ કરાવતો હતો. તે વારંવાર દવા પી લઈ આપઘાત કરવાની વાતો કરી હતી. ત્યારબાદ તે મારી સાથે જ રહેતી હતી, આજે વહેલી સવારે તે મને જમીન પર નગ્ન અવસ્થામાં મળી આવી, જેથી હું તેને હોસ્પિટલ લઈ ગયો.

હવે આ મહિલાનું હકિકતમાં મોત કેવી રીતે થયું તે માહિતી તો મહિલાના પોસ્ટ માર્ટમ બાદ જ બહાર આવશે. પોલીસ હાલમાં તપાસ કરી છે કે આ આપઘાતનો મામલો છે કે પછી હત્યાનો મામલો.
First published: June 24, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading