સુરત: કારમાંથી ડાયમંડ વેપારીની લાશ મળતા ચકચાર

News18 Gujarati
Updated: January 26, 2018, 9:06 PM IST
સુરત: કારમાંથી ડાયમંડ વેપારીની લાશ મળતા ચકચાર
પોલીસે મૃત દેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો...

પોલીસે મૃત દેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો...

  • Share this:
સુરત : ઘોડદોડ રોડ પર એક કારમાંથી એક ડાયમંડ વેપારીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ડાયમંડ વ્યાપારીની લાશ કારમાં મળતા હત્યાની આશંકા સેવાઇ રહી છે જેથી પોલીસે મૃત દેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

ઘોડદોડ રોડ કાકડિયા કોમ્પલેક્ષ પાસે એક કાર નમ્બર GJ-05-JR-6518માં યુવકની લાશ મળી આવી હતી. મૃતદેહ અઠવાલાઈન્સ ખાતે રહેતા ડાયમંડ વેપારી પલક હિતેશ 31 વર્ષીય લાનો હોવાની ઓળખ થઈ હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને વધુ તપાસ કરી રહી છે. અઠવાા લાઇન્સ પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા ડાયમંડ વેપારી પલક જરીવાલા પરિવાર સાથે રહેતા હતા. અને તેમને એક સંતાન છે. તેમને રાત્રે મોડા આવવાની આદત હતી. દરમિયાન ગઈકાલે ગયેલા પલકભાઈ આજે સવારે પણ ઘરે ન પહોંચતા શોધખોળ હાથ ધરી હતી. અને ઘોડદોડ રોડ પરથી કારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
First published: January 26, 2018, 9:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading