Home /News /south-gujarat /

સુરતઃ 11 જેટલા વેપારી પાસેથી કરોડોના હીરા લઇને ફરાર થયેલો દલાલ ઝડપાયો

સુરતઃ 11 જેટલા વેપારી પાસેથી કરોડોના હીરા લઇને ફરાર થયેલો દલાલ ઝડપાયો

ઝડપાયેલો હીરા દલાલ

અત્યારે હીરામાં મંડી ચાલી રહી છે તેવામાં વરાછા નો એક હીરા દલાલ 11 જેટલા વેપારી પાસેથી વેચાણ માટે એક કરોડના હીરા લઈને પલાયન થી ગયો હતો.

    કિર્તેશ પટેલ, સુરત

    અત્યારે હીરામાં મંડી ચાલી રહી છે તેવામાં વરાછા નો એક હીરા દલાલ 11 જેટલા વેપારી પાસેથી વેચાણ માટે એક કરોડના હીરા લઈને પલાયન થી ગયો હતો. જોકે વેપારી દ્વારા પોલીસ માં ફરિયાદ કરતા પોલીસે આ ઠગ હીરા દલાલની ધરપકડ કરી છે.

    સુરત મહત્વનો ઉધોગ એટલે હીરા અને સુરતમાં હીરાનો ઉધોગ વિશ્વાસ પર ચાલે છે. આવી સ્થિતિમાં સુરતના વરાછા ખાતે આવેલા હીરા બજારમાં દરરોજ રસ્તા પર કરોડોના હીરાના સોદા થતા હોય છે. તેવામાં સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા હિતેશ મોરી હીરાનો વેપાર કરે છે. તેમની પાસેથી હીરા બજારમાં દલાલી કરતો તુષાર સવાણી 55 લાખના હીરા વેચવા માટે લઇ ગયો હતો. તે વેચાણ કરી રૂપિયા આપી જવાની વાત હતી. આ ઉપરાંત તુષાર અન્ય 10 વેપારી પાસેથી પણ આવી જ રીતે હીરા લઇ ગયો હતો.

    જોકે તુષાર હીરા કે રૂપિયા નહીં ચુકવતા વેપારતી દ્વારા તેની તપાસ કરી હતી. જાણવા મળ્યું હતું કે, તુષાર આ હીરા તેને ઓછા ભાવે વેચીને રૂપિયા લઈને પલાયન થઇ ગયો હતો. જેથી પોતાની સાથે છેતરપિંડી થયાનું અનુમાન આવતા વેપારી દ્વારા આ મામલે વરાછા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી

    જોકે હિતેશ ભાઈ સહિત અનીય 10 વેપારીની ફરિયાદના આધારે પોલીસે ગણતરીની મિનિટમાં તુષારને ઝાડપી પડ્યો હતો. તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હીરાની રિકવરી માટે તેને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ પણ લીધા છે. ભૂતકાળમાં આ ઈસમે અન્ય કેટલા વેપારી સાથે આ પ્રકારની છેતરપિંડી કરી છે તે દિશામાં વરાછા પોલીસે તપાસ પણ હાથ ધરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime Story, ગુજરાત, ડાયમંડ, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन