Home /News /south-gujarat /

સુરત: અંત્રોલી ગામમાં મોર સહિત અન્ય પક્ષીઓના ટપોટપ મોતથી ચકચાર

સુરત: અંત્રોલી ગામમાં મોર સહિત અન્ય પક્ષીઓના ટપોટપ મોતથી ચકચાર

    સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામે છેલ્લા બે દિવસમાં રાષ્ટ્રીય પક્ષી મોર અને અન્ય પક્ષીઓના ટપોટપ મોત થઈ જતાં ચકચાર મચી ગઈ છે. મોર તેમજ અન્ય પક્ષીઓના મૃતદેહોને પીએમ માટે મોકલી દેવાયા છે. ત્યારે મોત કયા કારણોસર થઈ રહ્યા છે તે અંગે રિપોર્ટ આવ્યા બાદ બહાર આવી શકે એમ છે.

    સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામની સિમમાં આવેલ ગૌશાળા ટ્રસ્ટની ખુલ્લી જમીન તેમજ આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં મોર અને પક્ષીઓ વસવાટ કરે છે. છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં રાષ્ટ્રીય
    પક્ષી ગણાતા મોરના એક પછી એક સાથે અન્ય પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મોરના મોતની માહિતી મળતા જ વન વિભાગ પણ અંત્રોલી ગામે આવી પહોચ્યું હતું. બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલની ટીમ પણ મોરના મોતની જાણ થતાં સ્થળ પર પહોંચી વન વિભાગ સાથે મોરના મૃતદેહો શોધવાનું શરૂ કર્યું હતું. વન વિભાગ અને ફ્રેંડ્સ ઓફ એનિમલની ટીમ ને 5 મોર, ૩ ઢેલ અને ૩ અન્ય પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા. જેથી વન વિભાગની ટિમ એસ્થળ તપાસ આદરી હતી.

    પલસાણા વન વિભાગ આર.એફ.ઓ. પરેશ નાયકે જણાવ્યું કે, અમને કોલ મળ્યો હતો કે પલસાણા તાલુકાના અંત્રોલી ગામે ગોચરની જમીન પાંચ મોર, ત્રણ ઢેલ અને અન્ય ત્રણ પક્ષી મળી કુલ આગિયાર પક્ષિઓના મૃતદેહ મળી આવ્યા છે અને આ તમામ પક્ષીના મૃતદેહને પી.એમ માટે મોકલેલ છે. પ્રાથમિક કારણ એ છે કે ગામ માથે પરાશર થતી ખાદી માંથી જતું કેમિકલ વાળું પાણી પીવાના કારણે પક્ષીઓના મોટ થયાનું બહાર આવ્યું છે વાઈલ્ડ લાઈફ અકેટ ૧૯૭૨ ની રૂએ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    ઘટના સ્થળ એ પોહચેલ વન વિભાગ ની ટિમ એ મોર ના મૃતદેહો નો કબ્જો મેળવી પી એમ અર્થે મોકલી દેવાયા હતા . વ આસપાસના ઉદ્યોગમાંથી નીકળતું પ્રદુષિત પાણી પીવાથી કે પછી ખુલ્લી જગ્યામાં નાંખવામાં આવેલ કચરામાંથી ખોરાક આરોગવાને કારણે તેમજ ગરમી ને કારણે પણ મોત થયું હોવાની સંભાવના સેવાઇ રહી છે.

    હાલમાં તો વન વિભાગે મૃતદેહના નમૂના લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી યોગ્ય કરણ જાણવા તજવીજ શરૂ કરાઇ છે. એટલે મોર ના મૃતદેહ ના પી એમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ બહાર આવી શકે છે . રાષ્ટ્રીય પક્ષી ના મોત ની ઘટના બહાર આવતા હવે વન વિભાગ પણ ગંભીરતા દાખવી વાઈલ્ડ લાઈફ એક્ટ ૧૯૭૨ મુજબ વધુ તપાસ આદરી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birds, Including, Peacock, મોત, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन