Home /News /south-gujarat /

સુરત: ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સ્થિતિ દયનીય, કરોડો રૂપિયાનો પાક થયો બરબાદ

સુરત: ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સ્થિતિ દયનીય, કરોડો રૂપિયાનો પાક થયો બરબાદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતો ત્રાહિમામ

વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને 10 કરોડની શાકભાજીનું તો બીજી બાજુ સો કરોડના ડાંગરનું નુકસાન ખેડૂતોને થયું છે

સુરત : છેલ્લા કેટલાક દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ગેરકાયદેસર ઝીંગા તળાવ અને ડ્રેનેજ વ્યવસ્થા સારી ન હોવાના કારણે વરસાદી પાણી હાલ પણ ખેતરમાં જોવા મળી રહ્યું છે. જોકે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને 10 કરોડની શાકભાજીનું તો બીજી બાજુ સો કરોડના ડાંગરનું નુકસાન ખેડૂતોને થયું છે જોકે ૪૮ કલાકથી વધુ સમય થયો હોવા છતાં અત્યાર સુધી સરકાર તરફથી ખેડૂતોના થયેલ નુકશાનનો સર્વે પણ સરકાર દ્વારા કરવામાં નથી આવ્યો જેને લઈને ખેડૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે.

આ વર્ષે ભારે વરસાદના કારણે જગતના તાત ને ભારે નુકસાન ઉઠાવાની વારી આવી છે, ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતો વરસાદી પાણીના કારણે તેના પાકને થયેલા નુકસાનથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ભારે વરસાદથી તેમના ખેતરમાં પાણી ભરાયા હતા પરંતુ વરસાદ રુકી જતા આ વરસાદી પાણી અત્યાર સુધી તેમના ખેતરમાંથી જેમ હતા તેમ જ છે. જેથી પાકને ભારે નુકસાન થયું છે.

કરોડોના નુકસાનના કારણે ખેડૂતો દયનીય સ્થિતિમાં આવી ગયા છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં શેરડી શાકભાજી અને ડાંગરનો પાક થતો હોય છે, પરંતુ આ વર્ષે ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. ભીંડા અને પરવળ જેવી શાકભાજી નહીં થતી હોય છે. પરંતુ શાકભાજીને દસ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે બીજી બાજુ ડાંગરના પાકને પણ સો કરોડનો નુકસાન થતા ખેડૂતો તો ચિંતામાં છે.

રમેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વરસાદના પાણી ખેતરમાં ભરાય રહે છે, જોકે વરસાદ વિરામ લેતા આપણી ઉતરી જતા હોય છે પણ આ વર્ષે ગેરકાયદેસર ઝીંગા તળાવ અને ડ્રેનેજ સિસ્ટમ ની સફાઈ ન કરવાના કારણે પાણીનો યોગ્ય નિકાલ નહિ થવાને લઈને આ વર્ષે રેલ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વરસાદી પાણી ખેતરમાંથી નહિ ઉતરતા ખેતરમાં રહી ગયું છે વરસાદ થંભી જતાં પણ આ પાણીનો નિકાલ ખેતરમાંથી થયો નથી, જેથી કરોડો રૂપિયાનું નુકસાન પાકને થયું છે એવું જ નહીં ૪૮ કલાક થઈ ગયા છે તેમ છતાં સરકાર તરફથી નુકસાનીનો સરવેની કામ ગિરી કરવામાં આવી નથી, જેને લઈને ખેડૂતોને રાત પાણીએ રડવાની વારી આવી છે અને સરકાર દ્વારા ખેડૂત સામે રોષ જોવા માંડ્યો છે.
Published by:kiran mehta
First published:

Tags: Farmer in Gujarat, Farmer Protest

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन