સુરતઃ પાંડેસરા તેરેનામ ચોકડી પાસેથી ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો

News18 Gujarati
Updated: March 8, 2018, 3:43 PM IST
સુરતઃ પાંડેસરા તેરેનામ ચોકડી પાસેથી ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો
સુરતઃ પાંડેસરા તેરેનામ ચોકડી પાસેથી ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો
News18 Gujarati
Updated: March 8, 2018, 3:43 PM IST
સુરતઃ પાંડેસરા તેરેનામ ચોકડી પાસેથી ધો. 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. વિદ્યાર્થીના માથામાં ઈજાના નિશાન મળી આવ્યા છે. વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા હોવાથી બોર્ડનું સેન્ટર જોવા બહાર નીકળ્યો હતો. મારનાર વિદ્યાર્થીનું નામ અમિત તુલસીસિંહ રાજપૂત હોવાનું બહાર આવ્યું છે.

મળતી વધુ વિગત મુજબ,સુરતની સન ફ્લાવર સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અમિત તુલસીસિંહ રાજપૂત બોર્ડની પરીક્ષા માટે બોર્ડનું સેન્ટર જોવા બહાર નીકળ્યો હતો. આજે ઘરેથી નીકળેલા અમિતનો મૃતદેહ પાંડેસરા તેરેનામ ચોકડી પાસેથી મળી આવ્યો હતો. અમિતને માથામાં ઈજાનાં નિશાન મળી આવ્યાં છે. ઇજાગ્રસ્ત અમિતને હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ડોકટરે અમિતને મૃત જાહેર કર્યો હતો.  ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી મૃતદેહને પીએમ માટે મોકલી દીધો છે.  વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે એ તો  પીએમ રિપોર્ટ આવ્યા બાદ  જાણી શકાશે. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ

First published: March 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर