સુરતઃ 40 વર્ષ જૂની બિલ્ડિંગ નમી, કાટમાળમાં દટાયેલા કરોડોના હીરા બહાર કઢાયા

News18 Gujarati
Updated: May 7, 2019, 12:51 PM IST
સુરતઃ 40 વર્ષ જૂની બિલ્ડિંગ નમી, કાટમાળમાં દટાયેલા કરોડોના હીરા બહાર કઢાયા
કરોડોના બહાર કાઢાયાની તસવીર

સુરતમાં વધુ એક જૂની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયાની ઘટના બની છે. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં જૂની ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. સુરતમાં વધુ એક જૂની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયાની ઘટના બની છે. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. મોડી રાત્રે બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થતા રાત્રે દોડધામ મચી ગઇ હતી. સોમવારે મોડી રાત્રે આખી બિલ્ડિંગ નમી પડી હતી અને વહેલી સવારે એકભાગ તૂટી પડ્યો હતો. આ બિલ્ડિંગમાં રહેતા 10 પરિવારના 25 સભ્યો બિલ્ડિંગમાંથી સલામત રીતે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં 40 વર્ષ જૂની દર્શન એપાર્ટમેન્ટ નામની એક બિલ્ડિંગ આવેલી છે. જે સોમવારે મોડી રાત્રે દોઢ વાગ્યે નમી પડી હતી. અને ધીમે ધીમે સવારે ચાર વાગ્યે બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. જોકે, આ બિલ્ડિંગમાં 10 પરિવારના 25 પરિવાર રહેતા હતા. અને આ પરિવારનો માલ સામાન દબાયો હોવાની ઘટના બની હતી. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા હતા.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકા તંત્રએ આ એપાર્મેન્ટને ખાલી કરવામાં એક વર્ષ પહેલા નોટિસ આપી હતી. જોકે, એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ આ વાતને ગણકારી ન્હોતી અને આજે મોટી જાનહાની થઇ હતી. તંત્ર દ્વારા બાજુની ઇમારતને પણ ખાલી કરાવી હતી. અને જેસીબી દ્વારા બિલ્ડિંગને તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરી હતી.

આ કામગીરીમાં લોકોનો માલસામાન કાટમાળમાં દબાયો હતો. જેમાં હીરાના એક વેપારીના કરોડો રૂપિયાના હીરા પણ દબાયા હોવાની જાણ થતાં હીરાના બોક્સોને બહાર કાઢવામાં આવ્યા હતા. તો સાથે સાથે કાટમાળમાં ફસાયેલા એક શ્વાનને પણ બહાર કાઢવામાં આવ્યું હતું.

આ બિલ્ડિંગમાં રહેતા એક રહિશે જણાવ્યું હતું કે, મોડી રાત્રે બેડ ખસ્યો હતો પરંતુ ભૂકંપ આવ્યો હોવાનું માનીને વોચમેનને પૂછ્યું તો તેણે જણાવ્યું હતું કે, ઇમારતના પાછળના ભાગ તૂટી રહ્યો છે. જેના પગલે અમે તમામ લોકોને બૂમો પાડીને બિલ્ડિંગ ખાલી કરી લીધી હતી.
First published: May 7, 2019, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading