સુરત : ટેક્સટાઇલ માર્કેટ બન્યું Coronaનું હોટ સ્પોટ, 82 પોઝિટિવ કેસ આવતા મોટો નિર્ણય લેવાયો


Updated: June 24, 2020, 4:04 PM IST
સુરત : ટેક્સટાઇલ માર્કેટ બન્યું Coronaનું હોટ સ્પોટ, 82 પોઝિટિવ કેસ આવતા મોટો નિર્ણય લેવાયો
પ્રતિકાત્મક તસવીર

કોરોના સંક્રમણને અટકાવવા શનિ-રવિ માર્કેટ બંધ બેઠક બાદ મનપા અને ટેક્ષટાઇલ ઉદ્યોગ દ્વારા લેવાયો નિર્ણય, વતન ગયેલા કારીગરોને પરત ન લાવવા તાકીદ

  • Share this:
સુરત :  કોરોના વધતા કેસને લઈને સુરતની ચિંતા વધી છે.  ડાયમંડ ઉધોગ બાદ ટેક્સટાઇલ માર્કેટમાં આ વાઇરસનું સક્ર્મણ આગળ વધી રહ્યુ છે ત્યારે તેને નિયંત્રણ કરવા માટે તંત્ર દ્વારા બેઠક બાદ અનેક નવી ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી. જોકે, આ મીટીંગમાં મનપા કમિશનર મેયર અને કાપડ ઉધોગ સાથે જોડાયેલ અલગ લાગે વિભાગના ઉધોગ પતિ જોડાયા હતા અને શનિ-રવિ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.   સતત 5 દિવસથી સુરતમાં દર્દી ઓની સેન્ચુરી ઉપર સંખ્યા નોંધાઈ રહી છે જેને લઈને આ મીટીંગ કરવામાં આવી છે.  શહેરમાં 419 રત્નકલાકારો સંક્રમિત થયા હતા ત્યારે અત્યારસુધીમાં ટેક્સટાઇલ માર્કેટમાં 82 કેસ આવતા ચિંતા વધી છે.

કોરોના વાઇરસના સંક્રમણ બાદ લોકડાઉન આપવામાં આવ્યું હતું જ્યારે અનલોક શરુ થતાની સાથે વેપાર ઉધોગને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પણ અમદાવાદ બાદ સુર માં સતત કેસવધી રહ્યા છે. જોકે સૌથી વધુ આ વાઇરસનું  સક્ર્મણમાં સુરતના ડાયમંડ ઉધોગ કર્મચારી સૌથી વધુ સંક્રમિત થયા હતા. જેને લઈએં તંત્ર દ્વારા ડાયમંડ ઉધોગ આગેવાનો સાથે મીટીંગ કરી આ સક્ર્મણ ઘટાડવા માટે એક મીટીંગ કરી નવી ગાઇડલાઇન  ફેરફાર કરી જરૂરી તમામ બાબતની તકેદારી રાખવાની સૂચના આપી છે.


ત્યારે ડાયમંડ બાદ ધીરે ધીરે આ વાઇરસ ટેકસટાઇલ ક્ષેત્ર ધીરે ધીરે પોતાનો પગ પેસારો શરૂ કર્યો છે. ત્યારે ડાયમંડ ઉધોગ ની જેમ આ ઉદ્યોગમાં વધુ લોકો સંક્રમિત નહિ થયા તે માટે આજે તંત્ર ધારા આજે મનપા કચેરી ખાતે વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના વિવર્સ આગેવાનો સાથે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મનપા કમિશનર સાથે મેયર  આ મીટીંગમાં ટેક્સટાઇલમાં સંક્રમણ ઓછું કરવા જરૂરી સૂચના આપાઈ.

મોટા નિર્ણય
  • સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા મોટો નિર્ણય

  • જે કારીગરો વતન ગયા હો તેને પરત ના લાવવા તાકીદ

  • સુરતમાં ટેક્ષટાઇલ ઉદ્યોગની મહત્વની બેઠક પૂર્ણ

  • સોમવારથી શુક્રવાર સુધી ચાલુ રહેશે માર્કેટ

  • સુરતની 165 માર્કેટ સપ્તાહમાં પાંચ દિવસ ચાલુ રહેશે


આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં Corona ના રેકોર્ડબ્રેક દર્દી નોંધાયા, 178 લોકોને ચોંટ્યો કોરોના, કતારગામ- વરાછામાં હાહાકાર

કારીગરોને માસ્ક ,સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન , અને સેનેટાઇઝરનો ઉપયોગ કરે સાથે સાથે કારખાનામાં કારીગરોને જમવા અને ચા પીવાનું પાલન કરવા અપાઈ સૂચના.  ચાની ટપરી પર કારીગરોને ભેગા ન થવા દેવાનાની સાથે સાથે એક ખોલીમાં 10 થી 15 કારીગરો ન રહેવા માત્ર 3 થી 4 જણા જ રહેવા દેવામાં આવે સાથે જરૂરી તમામ પગલાં  લેવાથી આ વાઇરસનું સંક્ર્મણ વધુ ફેલાય નહી તેના માટે કામગીરી કરવામાં આવી છે.

આ પણ વાંચો :  સાણંદ ખાતે જાપાની કંપનીમાં આગથી અફરાતફરી : ફાયરની 36 ગાડી ઘટનાસ્થળે છતાં આગ પર કાબૂ નહીં
First published: June 24, 2020, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading