સુરત : અનલૉક 1.0 બાદ કાપડ માર્કેટ ખુલ્યાં પરંતુ બંધ જેવી જ હાલત, અનેક ઉદ્યોગ પર માઠી અસર 

સુરત : અનલૉક 1.0 બાદ કાપડ માર્કેટ ખુલ્યાં પરંતુ બંધ જેવી જ હાલત, અનેક ઉદ્યોગ પર માઠી અસર 
સુરત કાપડ ઉદ્યોગને લઈને પ્રસિદ્ધ છે.

અનેક વેપારીઓ અને શ્રમિકો સુરત પરત ફરવા માંગે છે પરંતુ 14 દિવસ હોમ ક્વૉરન્ટીન રહેવાના ડરે પરત નથી ફરી રહ્યા.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને લઇને વતન ગયેલા વેપારી અને શ્રમિકો કાપડ માર્કેટ (Cotton Market) ખુલતા પાછા ફરવું છે પરંતુ કોરોના ગાઈડલાઇન (Unlock 1.0 Guideline)ને લઇને તેઓ પાછા ફરી શકતા નથી. આ કારણે કાપડ ઉદ્યોગ (Surat Textile Industry) ધમધમવાને બદલે બંધ રહેતા વેપારીઓની ચિંતા વધી છે. આ મામલે ગાઇડલાઇનમાં વધારે છૂટછાટ આપવા માટે કાપડ વેપારીઓ તરફથી મહાનગર પાલિકાના કમિશનર (Surat Municipal Commissioner)ને રજુઆત કરવામાં આવી છે.

સુરત આમ તો હીરા અને કાપડ માર્કેટને લઈને ઓળખાય છે. કોરોના વાયરસને લઇને લૉકડાઉન બાદ સુરતનો કાપડ ઉદ્યોગ શરુ કરવાની પરમિશન આપવામાં આવી છે પરંતુ માત્ર 30 ટકા કાપડ માર્કેટ ખુલી છે. વેપારીઓ કોરોના હોવાને લઇને પોતાની ગાડી લઇને વતન તરફ નીકળી ગયા હતા અને શ્રમિકો ટ્રેન મારફતે તેમના વતન ચાલ્યા ગયા છે.

સરકારે વેપાર શરૂ કરવાની મંજૂરી આપી છે ત્યારે વેપારીઓ અને શ્રમિકો સુરત પરત આવવા માટે તૈયાર છે. જોકે, વેપારીઓ અને શ્રમિકોએ સુરતમાં પરત ફર્યા બાદ 14 દિવસ સુધી હોમ કવૉરન્ટીન રહેવું પડે તેવી સરકારની ગાઇડલાઇન છે. આ નિયમને કારણે વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો : બ્રિજેશ મેરજાનું રાજીનામું મચ્છુ ડેમ પરથી કૂદીને આપઘાત કરવા સમાન : લલિત કગથરા

આ મામલે કાપડ માર્કેટના આગેવાનોએ ગતરોજ મનપા કમિશનર સાથે બેઠક કરી આ ગાઈડલાઇનમાં રાહત આપવાની રજુઆત કરી હતી. કારણ કે જો વેપારી આવશે તો કાપડ માર્કેટ ખુલશે અને શ્રમિકો આવશે તો વેર ઉદ્યોગ ધમધમતા થશે. હાલમાં ગાઈડલાઇનને લઈને વેપારીઓ 14 દિવસ હોમ ક્વૉરન્ટીનના ડરે સુરત નથી આવી રહ્યા.

 

આ પણ વાંચો :  સુરત : પર સ્ત્રી સાથે અંગતપળોનો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા હીરા દલાલની હત્યા

આ મામલે રજુઆત કરી હતી કે, જો કાપડ માર્કેટ ખુલશે તો તેની સાથે જોડાયેલા ઉદ્યોગો પણ શરુ થશે. બાકી હાલમાં વેપારીઓ અને શ્રમિકો દુકાન પર આવીને બપોરના બે વાગ્યે ઘરે પરત ફરે છે. કારણ કે ઉદ્યોગ ખુલવા છતાં બંધ જેવી જ હાલત છે.
Published by:News18 Gujarati
First published:June 05, 2020, 13:57 pm