સુરતઃ માંગરોળના મોટી નરોલી ગામ પાસે ટેમ્પો રેલિંગ તોડી કિમ નદીમાં ખાબક્યો

News18 Gujarati
Updated: March 12, 2018, 8:48 PM IST
સુરતઃ માંગરોળના મોટી નરોલી ગામ પાસે ટેમ્પો રેલિંગ તોડી કિમ નદીમાં ખાબક્યો
સુરતઃ માંગરોળના મોટી નરોલી ગામ પાસે ટેમ્પો રેલિંગ તોડી કિમ નદીમાં ખાબક્યો.
News18 Gujarati
Updated: March 12, 2018, 8:48 PM IST
સુરતઃ માંગરોળના મોટી નરોલી ગામ નજીક નેશનલ હાઇવે નંબર 8 પર અકસ્માત સર્જાયો છે. ટેમ્પાચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા ઈંટ ભરેલો ટેમ્પો રેલિંગ તોડી કિમ નદીમાં ખાબકતાં ટેમ્પાચાલકને ઇજા થઈ હતી.

મળતી વધુ વિગત મુજબ, સુરતના માંગરોળના મોટી નરોલી ગામ પાસે, નેશનલ હાઇવે નં. 8 પર પ્રસાર થઈ રહેલો ઇંટો ભરેલા ટેમ્પોનો અકસ્માત થયો છે. ટેમ્પાચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા હાઇવેની બાજુની રેલિંગ તોડી ટેમ્પો કિમ નદીમાં ખાબક્યો હતો. ટેમ્પાચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડાયો છે. ઉપરથી પડવાથી ટેમ્પાને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
First published: March 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर