સુરત: દરેક માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, મોબાઇલ પર ગેમ રમવામાં મશગૂલ સગીરા 12મા માળેથી પટકાઈ, મોત

સુરત: દરેક માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, મોબાઇલ પર ગેમ રમવામાં મશગૂલ સગીરા 12મા માળેથી પટકાઈ, મોત
પ્રતીકાત્મક તસવીર

પોતાના બાળકોને મોબાઈલ ફોન તો અપાવી દે છે પરંતુ આ મોબાઈલ ફોન બાળકો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. કારણ કે બાળકો મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને તેમની આસપાસ શું થઈ રહ્યું છે તેનું પણ ભાન રહેતું નથી.

  • Share this:
સુરત: દરેક માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સુરત શહેર (Surat city)માંથી સામે આવ્યો છે. આજકાલ મોટાભાગના માતાપિતાઓ તેમના સંતાનોને મોબાઇલ ફોન (Cell phone) આપી દેતા હોય છે. હાલ કોરોનાની મહામારી (Corona pandemic) દરમિયાન બાળકો અભ્યાસ પણ મોબાઇલ પર કરી રહ્યા છે. જોકે, બાળકોની ઉંમર નાની હોવાથી તેઓ વીડિયો કે પછી ગેમના રવાડે ચડી જતા હોય છે. સુરતમાં સામે આવેલા કિસ્સામાં એક સગીરા મોબાઇલમાં ગેમ રમતાં રમતાં 12મા માળેથી નીચે પટકાતા તેણીનું મોત થયું છે. સગીરા તેના મકાનની બારીની પાળી પર બેસીને ગેમ રમતી હતી. તેણી ગેમ રમવામાં એટલી ડૂબી ગઈ હતી કે નીચે પટકાઈ હતી.

આજના ઝડપી યુગમાં પરિવાર પોતાના બાળકોને મોબાઈલ ફોન તો અપાવી દે છે પરંતુ આ મોબાઈલ ફોન બાળકો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. કારણ કે બાળકો મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને તેમની આસપાસ શું થઈ રહ્યું છે તેનું પણ ભાન રહેતું નથી. આવી એક ઘટના સુરતમાં સામે આવી છે.



આ પણ વાંચો: સુરત: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે તાલીમ માટે આવતી 20 વર્ષીય યુવતીને સર્વર રૂમમાં બોલાવીને કરી ગંદી હરકત

મૂળ રાજસ્થાનના ઝાલોદના વતની અને પાલ-ભાઠા રોડ પર બાગબાન સર્કલ પાસે ગ્રીનપાર્ક સોસાયટીમાં કાપડના વેપારી મુકેશ પુરોહિત પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની સાથે એક 17 વર્ષની દીકરી અને એક પુત્ર છે. મુકેશભાઈની 17 વર્ષની દીકરી પોતાના ભાઈ સાથે કોમન પેસેજમાં બેસી મોબાઇલ પર ગેમ રમતી હતી. સગીરા બારીની પાળી પર બેસી મોબાઇલમાં ગેમ રમવામાં મશગૂલ થઈ જતાં અચાનક તેણીએ બેલેન્સ ગુમાવી દીધું હતું. જે બાદમાં તેણી 12મા માળે બારીમાંથી સીધી નીચે પટકાઈ હતી.

આ પણ વાંચો: સુરત: રાત્રે લઘુશંકા માટે બહાર ગયેલી પરિણીતા પર કાકા સસરાએ ગુજાર્યો બળાત્કાર

આ બનાવ બન્યો ત્યારે સગીરાના પિતા દુકાને હતા અને માતા બજારમાં ખરીદી કરવા ગયા હતા. કિશોરી નીચે પટકાતા પાડોશી તત્કાલિક દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેણીને હૉસ્પિટલ ખસેડાય હતી. જોકે, સારવાર મળે તે પહેલા જ સગીરાનું મોત થઈ ગયું હતું.

આ પણ વાંચો: અંગ દઝાડતી ગરમી માટે રહો તૈયાર: ગુજરાતમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાનું પૂર્વાનુમાન

બનાવ વખતે ભાઈ-બહેન બંને મોબાઇલ પર ગેમ રમતા હતા. જેમાં ભાઈ પેસેજમાં દોઢ ફૂટના પ્લેટફોર્મ પર બેસીને ગેમ રમતો હતો, જ્યારે તેની બહેન બારીની પાળી પર બેઠી હતી. સગીર દીકરીના અકાળે અવસાનથી આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે પોલીસ ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:March 03, 2021, 10:59 am