સુરત : કપડાં અને મોબાઇલ ફોન આપવાની લાલચે કિશોરી સાથે દુષ્કર્મ

News18 Gujarati
Updated: October 4, 2019, 2:13 PM IST
સુરત : કપડાં અને મોબાઇલ ફોન આપવાની લાલચે કિશોરી સાથે દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

માતાની બહેનપણીએ કિશોરીને ફસાવીને હવસખોરના હવાલે કરી હતી, પોલીસે હવસખોર રીક્ષા ચાલકની ધરપકડ કરી.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કપડાં અને મોબાઈલ ફોન આપવાનું કહીને 14 વર્ષની કિશોરીને માતાની બહેનપણી ફસાવી હતી. જે બાદમાં મહિલાએ કિશોરીને રૂ. 11હજારમાં હવસખોરના હવાલે કરી હતી. સમગ્ર મામલો સામે આવતા પોલીસે બળાત્કાર કરનાર વૃદ્ધ અને મહિલા સહિત ત્રણની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધા છે.

સુરતના ઉધના વિસ્તારમાં રહેતી 14 વર્ષિય કિશોરી નવાં કપડાં અને મોબાઈલ ફોન જોઈતો હતો. આ વાતની ખબર તેના ઘરે આવતી તેની માતાની બહેનપણીને થતા તેણે આ તકનો લાભ લઈને તેને પોતાની વાતમાં ફસાવી હતી. માતાની બહેનપણીએ કિશોરીને કપડાં અને મોબાઇલ અપાવવાની લાલચ આપી હતી. આ માટે કિશોરીને પોતાના ઘરે આવવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : પૂર્વ મંગેતરે જાહેરમાં યુવતીનો હાથ પકડીને કહ્યું, 'તું મારી સાથે હોટલમાં ચાલ'

કિશોરી તારીખ 13ના રોજ પોતાના ઘરેથી નીકળી જઈને આ મહિલાના ઘરે પહોંચી હતી. મહિલા કિશોરીને લઈને રિક્ષામાં કતારગામ પહોંચી હતી. અહીં મહિલાએ આ કિશોરીને એક આધેડને રૂ. 11 હજારમાં વેચી દીધી હતી.

આધેડ આ કિશોરીને ડીંડોલી લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાએ કપડાં કે મોબાઈલ ફોન નહીં આપતા કિશોરીએ સમગ્ર ઘટનાની જાણકારી પરિવારને કરતા પરિવારે આ મામલે ફરિયાદ કરવા ઉધના પોલીસ મથકે દોડી ગયો હતો.

આ પણ વાંચો : સુરત : શરીર સુખ માણવા બોલાવીને મહિલાએ કાપડના દલાલને ખંખેરી લીધોપોલીસે આ ઘટનામાં મહિલાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતા આધેડ રમેશ નામનો ઈસમ હોવાનું બહાર આવ્યું હતું. આરોપી રમેશ ગોથાણ ગામના સરપંચ પ્રતિમા અશ્વીન ગજ્જરનો જેઠ છે. આરોપીનો ભાઇ અશ્વીન પણ ગોથાણનો પૂર્વ સરપંચ હતો. આરોપી મહિલાએ જ કિશોરીને રિક્ષામાં બેસાડીને રમેશને સોંપી હતી. જેથી પોલીસે મહિલા સાથે રમેશ અને રીક્ષા ચાલકની ધરપકડ કરી ત્રણેયને જેલ હવાલે કરી દીધા છે.
First published: October 4, 2019
વધુ વાંચો
अगली ख़बर