સુરત: કાકાના મિત્રએ સગીરા પર ગુજાર્યો બળાત્કાર, તરુણીએ બાળકને જન્મ આપતા ફૂટ્યો ભાંડો

સુરત: કાકાના મિત્રએ સગીરા પર ગુજાર્યો બળાત્કાર, તરુણીએ બાળકને જન્મ આપતા ફૂટ્યો ભાંડો
પ્રતિકાત્મક તસવીર

કાકાના મિત્રએ તરુણીની એકલતાનો ગેરલાભ ઉઠાવીને દુષ્કર્મ ગુજાર્યું હતું, જે બાદમાં તે અવારનવાર દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. ડરના માર્યા તરુણી ચૂપ રહી હતી.

  • Share this:
સુરત: સુરતમાં ફરી એક વખત શરમજનક ઘટના બની છે. જેમાં એક કુંવારી તરુણી (Teenager)એ જ બાળકને જન્મ આપ્યો છે. બાળકના જન્મ બાદ તેણી પર બળાત્કાર થયાનો ખુલસો થયો છે. સુરતના ઉધના ખાતે પિતા સાથે રહેતી 17 વર્ષીય તરૂણીની તબિયત અચાનક બગડી હતી. જે બાદમાં સગીરાને હૉસ્પિટલ (Hospital) ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે તરુણીએ એક બાળકને જન્મ આપતા તરુણી સાથે તેના કાકાના એક મિત્રએ બળાત્કાર (Rape) ગુજાર્યો હોવાનું ખુલ્યું હતું. જે બાદમાં પરિવારે આ યુવાન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં ફરી એકવાર માનવતાને શરમાવવું પડે તેવી ઘટના સામે આવી છે. પીડિત તરુણી મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને હાલમાં સુરત ખાતે આવેલા ઉધનાના હરિનગર ખાતે પિતા સાથે રહેતી છે. 17 વર્ષીય તરૂનીના પિતા રીક્ષા ચલાવી પરિવારનું આર્થિક ભરણ પોષણ કરે છે. તરુણીના કાકાનો એક મિત્રો તેમના ઘરની નજીક રહેતો હતો. તે અવારનવાર ઘરે પણ આવતો હતો.આ દરમિયાન તરૂણીને ઘરે એકલી જોઈને કાકાના મિત્રની દાનત બગડી હતી અને તેમી પર દુષ્કર્મ આચર્યું હતું. અવારનવાર દુષ્કર્મ ગુજારવા છતાં તરુણીએ આ અંગે ડરના માર્યા પરિવારને જાણ કરી ન હતી. જોકે, બે દિવસ પહેલા તરુણીની તબિયત બગડતા તેણીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે ડૉક્ટરે તરુણી પ્રેગનેન્ટ હોવાનું જણાવ્યું હતું. જેના એક દિવસ બાદ તરુણીએ હૉસ્પિટલ ખાતે એક બાળકને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો: WhatsApp યૂઝર્સને ગિફ્ટ! ટૂંક સમયમાં લેપટોપ-કોમ્પ્યૂટર ઉપર પણ મળશે વોઈઝ-વીડિયો કોલ સર્વિસ

આ બાબતે તરુણીએ પરિવારને જણાવ્યું હતું કે તેના કાકાના મિત્રએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ વાત સાંભળીને તરુણીના પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે આ મામલે કાકાના મિત્રો સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ જુઓ-

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્ત્રી અત્યાચારના બનાવો છેલ્લા થોડા દિવસોથી અટકવાનું નામ નથી લઈ રહ્યા. સૌરાષ્ટ્રમાં એક પછી સામૂહિક દુષ્કર્મના કેસ નોંધાયા હતા. તો સાબરકાંઠામાં એક તરુણીનું ગળું કાપીને તેના નજીકના જ સંબંધીએે હત્યા કરી નાખી હતી. આ ઘટનાઓથી રાજ્યમાં રોષ વ્યાપી ગયો છે. સાબરકાંઠાના બનાવમાં તો વકીલોએ પણ આરોપીનો કેસ નહીં લડવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, આરોપીના પિતાએ પણ આવા અધમ કૃત્ય બદલ તેના દીકરાને ફાંસીની સજા મળે તેવી માંગ કરી છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:October 21, 2020, 09:37 am

ટૉપ ન્યૂઝ