સુરત: અંગતપળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પ્રેમિકા પાસે ચોરી કરાવનાર પ્રેમી ઝડપાયો

સુરત: અંગતપળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પ્રેમિકા પાસે ચોરી કરાવનાર પ્રેમી ઝડપાયો
પ્રેમીની ધરપકડ.

સુરતના કુશ પટેલે તેની જ સોસાયટીમાં રહેતી 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી, કુશ પટેલે સગીર પ્રેમિકા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો.

  • Share this:
સુરત: સુરત શહેરના કતારગામ ડેરી ફળીયામાં રહેતા એક યુવક સામે પોલીસ (Police) ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવકે તેની સગીર પ્રેમિકા સાથેના અંગતપળોનો વીડિયો વાયરલ (Private video) કરવાની ધમકી આપી બ્લેકમેઈલ (Blackmail) કરી હતી. જે બાદમાં તેણીને તેના ઘરમાંથી રૂપિયા 2.80 લાખની ચોરી કરાવી પૈસા પડાવી લીધા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે સગીરાના પ્રેમી કુશ પટેલ (Kush Patel)ની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં સોશિયલ મીડિયાને લગતી સતત ફરિયાદ સામે આવી રહી છે. આ કેસમાં પણ કિશોરી સોશિયલ મીડિયાના માધ્યમથી જ આરોપીના પરિચયમાં આવી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં ડેરી ફળિયામાં રહેતા કુશ પટેલે તેના જ વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. કુશે ઓગસ્ટ 2020 પછી સગીરા સાથે અવારનવાર તેણીની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ અંગેનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો.



જે બાદમાં કુશ પટેલ અંગતપળોનો વીડિયો બતાવીને સગીરાને કે કહે તેમ કરવાની ફરજ પાડતો હતો. કુશ પટેલ સગીરાને કહેતો હતો કે, 'તારે મને ગમે ત્યાંથી રૂપિયા આપવા પડશે, નહીં તો હું આપણા બંનેનો વીડિયો વાયરલ કરી દઈશ.' આ રીતે કુશે સગીરાને બ્લેકમેઈલ કરવાની શરુઆત કરી હતી.

આ પણ વાંચો: 

કુશ પાસે અંગતપળોનો વીડિયો હોવાથી સગીર પણ ડરી ગઈ હતી અને કુશના કહેવા પર તેના ઘરમાંથી ટુકડે ટુકડે કરી રૂપિયા 2,30,00 અને તેના ભાઈના ઘરમાંથી રૂપિયા 50 હજાર મળી કુલ 2,80,000 રૂપિયાની ચોરી કરી હતી. ચોરીની ઘટના અંગે પરિવારને થઈ જતાં પરિવારના સભ્યોએ તેણીને પૂછપરછ કરી હતી.

સગીરાએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે, બળાત્કારની ઘટના બાદ તેનો પ્રેમી બ્લેકમેઇલ કરીને તેણી પાસે ચોરી કરાવે છે. આવી વિગત બહાર આવ્યા બાદ સગીરાના પરિવાર પોલીસ મથકે ફરિયાદ કરી હતી. કુશ પટેલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:December 25, 2020, 14:45 pm

ટૉપ ન્યૂઝ