બોર્ડની પરીક્ષામાં 1.50 લાખ વિદ્યાર્થીઓના વાલીને પત્ર લખવાનો સુરત શિક્ષકોનો નવતર પ્રયોગ

News18 Gujarati
Updated: November 16, 2019, 7:27 PM IST
બોર્ડની પરીક્ષામાં 1.50 લાખ વિદ્યાર્થીઓના વાલીને પત્ર લખવાનો સુરત શિક્ષકોનો નવતર પ્રયોગ
પ્રતિકાત્મક તસવીર

પત્ર લખીને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારો કરવાનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : વિદ્યાર્થી જીવનમાં સૌથી વધુ મહત્વ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું હોય છે.પોતાની કારકિર્દી કયા ક્ષેત્રમાં પસંદ કરવી તે બોર્ડના પરિણામો પરથી નક્કી કરી શકાય છે. એટલે સ્વાભાવિક રીતે આ પરીક્ષાઓમાં સારું પર્ફોમ કરવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ હોય છે. વાલીઓની પણ સૌથી વધુ અપેક્ષાઓ તેના બોર્ડમાં ભણતા સંતાન માટે વધી જતી હોય છે. જોકે આજના સમયમાં પરીક્ષાઓનો સ્ટ્રેસ એટલો વધી ગયો છે. આવા સમયે સુરતના શિક્ષકો હવે વાલીઓ જોગ એક પત્ર લખી રહ્યા છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છે કે પરીક્ષા જ સર્વસ્વ નથી

બોર્ડની પરીક્ષાઓ હવે આગામી થોડા સમયમાં શરૂ થઈ રહી છે. એટલે સ્વાભાવિક રીતે ધોરણ 10 અને 12માં ભણતા વિદ્યાર્થીઓએ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હશે. પરીક્ષાઓની તૈયારીઓની સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓ પરીક્ષા કરતા પરિણામ માટે વધારે ચિંતિત હોય છે. જેથી સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકોને સુરતના તમામ 1.50 વિદ્યાર્થીઓના વાલીઓને પત્ર લખવા માટેનું હોમવર્ક અપાયું છે. શિક્ષકોએ આ પત્રો લખવાની શરૂઆત પણ કરી દીધી છે.

આ પણ વાંચો - સુરતમાં ભાઈ જ ભાઈનો હત્યારો બન્યો, રાંદેરના સનસનીખેજ હત્યા કેસનો ભેદ ઉકેલાયો

સુરતમાં બોર્ડમાં અભ્યાસ કરતા આવા 1.50 લાખ વિદ્યાર્થીઓના વાલીઓને આ પત્ર શિક્ષકો દ્વારા પહોંચાડવામાં આવશે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે પરીક્ષાએ જીવનનો એક ભાગ છે. અંતિમ પડાવ નથી. હાર જીતને સ્વીકાર કરીને આગળ વધવું જોઈએ અને આવા સમયે બાળકને હતાશાથી દૂર રાખી તેના આત્મવિશ્વાસ વધારો કરવો જોઈએ.
First published: November 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading