સુરત: ગુરૂકુળમાં સેવાના બહાને બોલાવી સ્વામીએ વિદ્યાર્થી સાથે કર્યા અડપલાં

સુરત: ગુરૂકુળમાં સેવાના બહાને બોલાવી સ્વામીએ વિદ્યાર્થી સાથે કર્યા અડપલાં
સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા ગુરૂકુળના સ્વામી પતીત પાવન જેમના પર અડપલાની ફરિયાદ થઈ છે.

સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ ગુરૂકુળનો ચોંકાવનારો કિસ્સો, સ્વામીએ 14 વર્ષના વિદ્યાર્થી સાથે અડપલા કર્યાની પોલીસ ફરિયાદ

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી : સ્વામી નારાયણ ગુરૂકુળમાં વિદ્યાર્થી સાથે અડપલાં કર્યાનો એક કિસ્સો સુરતથી પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં ચર્ચાના ચગડોળે ચડેલા આ બનાવમાં વેડરોડ વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ ગુરૂકુળના એક સ્વામી પતીતપાવને 14 વર્ષના વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં કર્યાના પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 9માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને સ્વામીએ સેવા કરવાના બહાને અન્ય બાળકો સાથે બોલાવ્યો હતો અને બાદમાં બીજા બાળકોને રૂમની બહાર મોકલી તેની સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ વિદ્યાર્થીએ કરી છે. સ્વામીના આ વર્તનથી ડઘાઈ ગયેલા વિદ્યાર્થીએ ઘરે ભાગી જઈને સમગ્ર હકિકત વર્ણવતા વાલીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    બનાવની વિગત એવી છે કે વેડ ગુરૂકુળમાં ગત 7મી એપ્રિલે રવિવારના દિવસે સવા દસેક વાગે પતીત પાવન સ્વામીએ ભોગ બનનાર કિશોર સહિત પાંચ વિદ્યાર્થીઓને કહ્યું કે પ્રદર્શનમાં સેવા કરવાની છે મારી સાથે ચાલો. પછી પાંચેય વિદ્યાર્થીઓ સ્વામી પતીત પાવન સાથે સેવા કરવા માટે ગયા હતા. વિદ્યાર્થીઓએ અડધો કલાક સુધી ફુલ ચોટાડવાના પંચ દિવાલમાં લગાવ્યા હતા ત્યારબાદ પછી સ્વામીએ ભોગ બનનાર કિશોર સિવાયના વિદ્યાર્થીઓને રૂમની બહાર જવાનું કહ્યું હતું. ત્યારબાદ સ્વામી સુઈ ગયો હતો અને તેણે ભોગ બનનાર કિશોરને પોતાના પર સુવાનું કહીને અડપલાં કર્યા હતા. સ્વામી વિદ્યાર્થીના મોઢા અને હોઠ પર ચુંબન કર્યુ હતું. તે સમયે રૂમ તરફ કોઈ આવતો હોય એવું જણાતા સ્વામીએ વિદ્યાર્થીને રૂમની બહાર મોકલી આપ્યો હતો. ત્યારબાદ સોમવારે પણ સ્વામી પતીત પાવને ફરીથી વિદ્યાર્થીને રૂમમાં બોલાવ્યો હતો. ત્યાં સ્વામીએ કિશોરના શરીર સાથે અડપલાં કર્યા હતા.    સ્વામીનું આવું રૂપ જોઈને રોહન ડઘાઈ ગયો હતો. કિશોર રૂમમાંથી ભાગીને હોસ્ટેલમાં ગયો હતો. ત્યાંથી સાંજે ભાગીને ઘરે ચાલ્યો ગયો હતો. આ ઘટનાના પગલે મંગળવારે બપોરે વિદ્યાર્થીના સંબંધીએ આ બાબતે સ્વામી પતીત પાવન વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે વાલીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
    First published:April 17, 2019, 08:34 am