Home /News /south-gujarat /

સુરત: સાધુને યુવતીઓ પૂરી પાડવામાં આવતી હોવાનો આક્ષેપ, મહિલાનું નામ ખુલ્યું

સુરત: સાધુને યુવતીઓ પૂરી પાડવામાં આવતી હોવાનો આક્ષેપ, મહિલાનું નામ ખુલ્યું

આરોપી સ્વામી કારણસ્વરૂપદાસ

મહિલા સાથે સાધુએ ફોનમાં 38 વખત વાતચીત કરી હોવાની માહિતી સામે આવી છે. બંને વચ્ચે શું વાતચીત થતી તેમજ બંને વચ્ચે શું સંબંધ છે તેની પોલીસ તપાસ કરી રહી છે.

    સુરતઃ સુરતના સ્વામીનારાયણના મંદિરના સાધુએ યુવતી પર ગુજારેલા બળાત્કાર કેસમાં યુવતીને સાધુ સુધી પહોંચાડનારી મહિલાનું નામ સામે આવ્યું છે. આરોપી કારણસ્વરૂપદાસ સ્વામી સુધી બેરીબેન નામની કોઈ મહિલાએ યુવતીને પહોંચાડી હતી. આ કેસમાં સાધુને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં યુવતીના પરિવારજનોએ સાધુની ધોલાઇ કરી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. બીજી તરફ આ કેસમાં મંદિરના ટ્રસ્ટીઓ સાધુના બચાવમાં ઉતર્યા છે. તેમજ તેમને ખોટી રીતે ફસાવ્યા હોવાની દલીલ કરી છે.

    સાધુઓને યુવતીઓ સપ્લાય કરવામાં આવતી હોવાનો આક્ષેપ

    સ્વામીનારાયણ સાધુના એક દિવસના રિમાન્ડ દરમિયાન સરકારી પક્ષે અનેક દલીલો કરવામાં આવી હતી. એક ચોંકાવનારી દલીલ એવી પણ કરવામં આવતી હતી કે આ સાધુ યુવતીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતો હતો. એટલે કે જે યુવતીને પૈસાની જરૂરિયાત હોય તેમને આ સાધુ સુધી પહોંચાડવામાં આવતી હતી. જે યુવતીએ સાધુ સામે ફરિયાદ દાખલ કરાવી છે તેને બેરીબેન નામની મહિલાએ સાધુ સુધી પહોંચાડી હતી. આ મહિલા સાથે સાધુએ ફોનમાં 38 વખત વાતચીત કરી હોવાની માહિતી સામે આવી છે. બંને વચ્ચે શું વાતચીત થતી તેમજ બંને વચ્ચે શું સંબંધ છે તેની પોલીસ તપાસ કરી રહી છે.

    આ પણ વાંચોઃ સાધુ  'હની ટ્રેપ'માં ફસાયા!



    જુઓ તસવીરોઃ દુષ્કર્મના આરોપી સ્વામીની યુવતીના પરિવારે કરી હતી ધોલાઇ



    મંદિરના ટ્રસ્ટીઓએ કરી પત્રકાર પરિષદ

    આ કેસમાં ડભોલી સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ ગુરુવારે સાંજે પત્રકાર પરિષદ કરીને સાધુ પર હુમલો થયાના સીસીટીવી જાહેર કર્યા હતા. એટલું જ નહીં સાધુને હનિટ્રેપમાં ફસાવવામાં આવ્યા હોવાની દલીલો પણ કરી હતી. સાથે જ ફરિયાદી તરફથી તેમને ધમકીઓ આપવામાં આવતી હોવાની વાત પણ કરી હતી. ટ્રસ્ટ્રીઓએ દાવો કર્યો હતો કે પોલીસ બનીને આવેલા એક વ્યક્તિએ તેમને એવી ધમકી આપી છે કે આ કેસમાં પતાવટ કરો નહીં તો મંદિર બદનામ થઈ જશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन