સુરત : સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને બે જૂથ વચ્ચેની લડાઈમાં ઑડિટર બે વખત બદલી 


Updated: July 2, 2020, 12:56 PM IST
સુરત : સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને બે જૂથ વચ્ચેની લડાઈમાં ઑડિટર બે વખત બદલી 
ફાઇલ તસવીર

સુમુલ ડેરીની ચૂંટણી સમયે હાલના ચેરમેન પર ભૂતપૂર્વ ચેરમેને જે રીતે આક્ષેપ કર્યાં છે તેનાથી રાજકારણ ગરમાયું છે.

  • Share this:
સુરત : સહકારી સેક્ટરમાં આવતી સુમુલ ડેરીની આગામી ચૂંટણીમાં પોતાના જૂથનો સિક્કો જમાવવા માટે ચાલી રહેલી લડાયમાં સહકારી મંડળીઓને તેમના વહીવટ મુદ્દે નોટિસ આપ્યા હોવાની મંત્રી ગણપત વસાવા જૂથ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફરિયાદ કરાઈ હતી. આ મામલે સુરતમાં સમાધાન બેઠક પણ મળી હતી, જેમાં સુરતના તાત્કાલીન જિલ્લા રજિસ્ટ્રાર કમલેશ પટેલની જામનગર બદલી કરી તેમના સ્થાને વિપુલ મહેતાને ચાર્જ સોંપાયો હતો.

સુરત સાથે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુમુલ ડેરીની આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે. ચૂંટણી સમયે હાલના ચેરમેન પર ભૂતપૂર્વ ચેરમેન દ્વારા જે રીતે આક્ષેપ કરવામાં આવ્યો છે તેને લઇને રાજકારણ ગરમાયું છે. બે જૂથ આગામી ચૂંટણીને લઈને સામેસામે આવી ગયા છે. બંને પોત પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

આ પણ વાંચો : સગીર દીકરીની નગ્ન તસવીરો બતાવી માતાપિતા પાસે 15 લાખની ખંડણીની માંગ

બે જૂથ વચ્ચે લડાઇને લઈને નેતાઓએ પણ મધ્યસ્થી કરવા માટે એક બેઠક કરી હતી પરંતુ તે પડી ભાંગી હતી. હવે વર્ચસ્વની લડાઇ હોય તેમ બે જૂથ સામેસામે આવી ગયા છે. આ સમયે સહકારી સેન્ટરમાં પોતાનો ઝંડો ગાડવા માટે કરેલી કવાયતમાં સુમુલ ડેરીનું ઓડિટ કરતા કમલેશ પટેલને જામનગરથી નર્મદા લાવીને મંગળવારે મિલ્ક ઓડિટ ઓફિસમાં ખાલી પડેલી સ્પેશિયલ ઓડિટરની જગ્યાનો ચાર્જ સોંપાયો હતો.

વીડિયો જુઓ : રાજકોટમાં કૉંગ્રેસનો વિરોધ
આ પણ વાંચો : આ રીતે થાય છે રાત અને દિવસનું મિલન, જુઓ અદભૂત તસવીર

આ મુદ્દે ગાંધીનગરમાં સહકારી આગેવાનો દ્વારા ફરીથી ફરિયાદ થતાં સુરતના જિલ્લા રજિસ્ટ્રાર વિપુલ મહેતાને બુધવારે મિલ્ક ઓડિટના સ્પેશ્યિલ ઓડિટરનો ચાર્જ સોંપાયો છે. બે સહકારી આગેવાનો ગણપત વસાવા અને રાજુ પાઠક જૂથ સુમુલની ચૂંટણી પૂર્વે સામ-સામે થયા છે. આ બે જૂથની લડાઈમાં મિલ્ક ઓડિટ ઓફિસના સ્પેશિયલ ઓડિટરની 24 કલાકમાં બે વખત બદલી થઈ છે.
First published: July 2, 2020, 12:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading