Home /News /south-gujarat /

સુરતમાં શાળાના આચાર્યએ રાજીનામું આપતા વિદ્યાર્થી-વાલીઓએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો  

સુરતમાં શાળાના આચાર્યએ રાજીનામું આપતા વિદ્યાર્થી-વાલીઓએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો  

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય વિદ્યાલય વર્ષો જૂની શાળા છે.

Surat latest news: શાળાના આચાર્ય સાથે કોમર્સ ફેકલ્ટીના 12 જેટલા શિક્ષકોનું રાજીનામું સંચાલકો દ્વારા લેવામાં આવતા ફરજ પર પરત મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલી અને મચાવ્યો હોબાળો

સુરત: શહેરના (Surat) રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય વિદ્યાલયના (students protest at lokmanya School) વિદ્યાર્થીઓ,  વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને રેલી કાઢીને પોતાનો વિરોધ (students protest) નોંધાવ્યો હતો. આ રેલીનું મુખ્ય કારણ હતુ કે, શાળાના આચાર્ય જિગ્નેશ પટેલનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. આચાર્યને ફરીથી ફરજ પર હાજર કરાવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવા સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ લોકોની એક જ માંગ હતી કે, આચાર્ય જીગ્નેશ પટેલ અને તેમની ટીમને પાછી લાવો.

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય વિદ્યાલય વર્ષો જૂની શાળા છે. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આજે રસ્તા પર ઉતરી રેલી સ્વરૂપે સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. જેમા હોબાળો મચાવવા સાથે વિરોધ નોંધાવ્યો હતો.

શાળા બહાર જમાવડો


આ શાળાના આચાર્ય જીગ્નેશભાઈ પટેલ અને કોમર્સ ફેકલ્ટીના અન્ય શિક્ષકોનું શાળા સંચાલકો દ્વારા રાજીનામા લઇ જવામાં આવ્યા હતા. સાયન્સ ફેકલ્ટીને લઈને ફાઉન્ડેશન ઊભું કરવામાં આવ્યું હતું. જેથી ફી 26 હજારથી વધારીને 40,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આ ફીને કારણે આચાર્ય જીગ્નેશ પટેલે વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇને શાળા સંચાલકોએ દબાણ કરી તેમનું રાજીનામું લઇ બંધ કરી દેવાનો વિચાર કર્યો હતો. જોકે આચાર્ય શાળાના વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓને પણ પ્રિય હતા. જેને લઇને આચાર્ય અને શિક્ષકોને લઈને વિદ્યાર્થીઓ સાથે તેમના વાલી રસ્તા પર ઉતર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો  - સુરતના ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં લોકો પાસે ટ્રાફિકનો દંડ ન કરવા કરી રજૂઆત, જાણો કેમ

આચાર્ય અને તેમની સમગ્ર ટીમને ફરીથી ફરજ પર હાજર કરવા માટેની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે વાલીઓ અને વિદ્યાર્થીઓ વાતને સમજતા પોલીસે મધ્યસ્થી કરી શાળાના ટ્રસ્ટીઓ સાથે આચાર્યની એક મિટિંગનું આયોજન કર્યું હતું. બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઇને માતાપિતા પણ આ વિદ્યાર્થીઓ માટે આવ્યા હતા અને બે કલાક કરતાં વધુ વિરોધ નોંધાવ્યો હતો.



જોકે વિદ્યાર્થીઓ અને વાલીઓ એક જ માંગ સાથે અડીખમ બેઠા હતા કે આચાર્ય સાથે તેમની ટીમને શાળામાં પરત લેવામાં આવે છે જેથી આ શિક્ષકો તેમના બાળકોને સારો અભ્યાસ આપી શકે. આચાર્ય વિદ્યાર્થીઓ સાથે તો ઠીક પણ તેમના માતા-પિતા સાથે પણ એવા પ્રકારના સંબંધો હતા. તે તમામ લોકોને નામથી ઓળખતા હતા અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં સૌથી વધારે મદદ કરતા હતા જેને લઈને આચાર્ય અને તેમની ટીમ વાલીઓમાં પણ જાણીતી થઇ હતી
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, સુરત

આગામી સમાચાર