સુરત : વિદ્યાર્થી કાલથી હેલ્મેટ-લાયસન્સ વગર વાહન ચલાવશો તો વાલીને થશે દંડ અને સજા

News18 Gujarati
Updated: October 15, 2019, 2:00 PM IST
સુરત : વિદ્યાર્થી કાલથી હેલ્મેટ-લાયસન્સ વગર વાહન ચલાવશો તો વાલીને થશે દંડ અને સજા
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં ટ્રાફિક પોલીસ હેલમેટ અને લાયસન્સ વિના વાહન લઇ શાળાએ આવતા વિદ્યાર્થીઓને પકડવાનું અભિયાન શરૂ કરશે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : નવા મોટર વેહિકલ એક્ટનાં (new Vehicle act) કાયદો આવ્યા બાદ સતત ટ્રાફિકનાં નિયમોનું (Traffic rules) ઉલ્લંઘન ઓછું થઈ રહ્યું છે. શહેરમાં ટ્રાફિક પોલીસ હેલમેટ અને લાયસન્સ વિના વાહન લઇ શાળાએ આવતા વિદ્યાર્થીઓને પકડવાનું અભિયાન શરૂ કરશે. જેમાં તેમણે આજથી અનેક શાળામાં જઇને વિદ્યાર્થીઓને આ અંગે સમજાવ્યું છે.

આ વર્ષે રોડ અકસ્માતમાં અનેક લોકોનાં મોત બાદ સરકારે નવા મોટર વેહિકલ એક્ટનો કાયદો કડક બનાવ્યો છે. આ વર્ષે અંદાજીત રોડ અકસ્માતમાં 1800 બાળકોનાં મોતનો આંકડો સામે આવ્યો છે. ત્યારે સૌથી વધુ અકસ્માત સ્કૂલ બાળકોનાં થતા હોય છે. તેને લઈને સ્કૂલ બાળકો વાહન લઈને સ્કૂલ જતા દેખાશે તો બાળક સાથે તેના વાલી અને સ્કૂલ સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : ધ્રાંગધ્રા : ડબલ મર્ડરનાં આરોપીને હાથકડી ન હતી પહેરાવી, બિન્દાસ ફરતા 24 જ સેકન્ડમાં ભાગી ગયો

આજે શાળામાં માહિતી અપાશે

સુરત ટ્રાફિક પોલીસ આ કાયદાનું અમલીકરણ આવતી કાલથી કરશે. ત્યારે આજે ટ્રાફિક પોલીસ સ્કૂલે સ્કૂલે ફરીને શાળાનાં આચાર્યને નોટિસ અંગે માહિતી આપી રહ્યાં છે. પોલીસ ટ્રાફિકના નિયમ સાથેની સમજ આપી રહી છે અને આવતી કાલથી કાર્યવાહી કરવાના છે તેવી વાત પણ જણાવી રહી છે.

આ પણ વાંચો : સુરત : ફાયર સેફ્ટીનાં સાધનો અપૂરતા હોવાના કારણે આખું કોમ્પલેક્ષ સીલવિદ્યાર્થીઓ અને વાલીઓને પણ ખબર આપવામાં આવી

તો બીજી બાજુ શાળા સંચાલકો SMS અને માઇકમાં આ કાયદા અંગેની માહિતી વિદ્યાર્થીઓ તથા વાલીઓને આપી રહ્યાં છે. શહેરમાં ટ્રાફિક પોલીસ હેલમેટ અને લાયસન્સ વિના વાહન લઇ શાળાએ જનારા વિદ્યાર્થીઓને પકડવાનું અભિયાન શરૂ કરશે. આવા વિદ્યાર્થીઓના વાલીઓને જેલ જવાનો પણ વારો આવી શકે છે. નોંધનીય છે કે, વિદ્યાર્થી પાસે લાયસન્સ નહીં હોય તો વાલી કે વાહનો માલિક જવાબદાર ગણાશે. આ સાથે વાલીને ત્રણ વર્ષની જેલ માટે કોર્ટને અને આરટીઓને રૂ. 25,000નો દંડ કરવા માટે ભલામણ કરાશે. આરટીઓને એ પણ ભલામણ કરાશે કે 25 વર્ષ સુધી વિદ્યાર્થીનું લાયસન્સ નીકળી ન શકે.
First published: October 15, 2019
વધુ વાંચો
अगली ख़बर