સુરતનાં વેવાઈ-વેવાણ બાદ 32 વર્ષનો જમાઈ અને 45 વર્ષનાં કાકીસાસુ ભાગી ગયા

News18 Gujarati
Updated: January 26, 2020, 8:44 AM IST
સુરતનાં વેવાઈ-વેવાણ બાદ 32 વર્ષનો જમાઈ અને 45 વર્ષનાં કાકીસાસુ ભાગી ગયા
પ્રતિકાત્મક તસવીર

શહેરનાં કતારગામનાં વેવાઈ અને નવસારીનાં ભાવિ વેવાણ વર્ષો જૂનો પોતાનો પ્રેમ યાદ આવતા ભાગી ગયા હતા.

  • Share this:
સુરત : શહેરનાં કતારગામનાં વેવાઈ અને નવસારીનાં ભાવિ વેવાણ વર્ષો જૂનો પોતાનો પ્રેમ યાદ આવતા ભાગી ગયા હતા. આખા રાજ્યમાં આ અંગેની ચર્ચા ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ છે. ત્યારે આવી જ એક અન્ય ઘટના સામે આવી છે. કતારગામમાં જ રહેતા 32 વર્ષનો યુવક તેની 45 વર્ષની સગી કાકીસાસુને ભગાડી ગયો હોવાની ચર્ચાઓ ઉઠવા લાગી છે. જોકે, આ અંગે હજી કોઇ સત્તાવાર માહિતી સામે આવી નથી અને પોલીસમાં કોઇ ફરિયાદ પણ નથી થઇ.

શહેરનાં કતારગામમાં કાકીસાસુ અને જમાઈ એક જ સોસાયટીમાં રહે છે. આ બંન્ને ત્રણ દિવસથી ગુમ છે. પરંતુ પરિવારે સમાજમાં બદનામી ન થાય તે માટે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આ યુવક કાપડ માર્કેટ સાથે સંકળાયેલો છે. તેઓ એકબીજાનાં પ્રેમમાં હતા અને ચોરી છૂપીથી મળતા પણ હતાં. આ પહેલા પણ કાકીસાસુ અને જમાઈને એકબીજા સાથે એકલામાં પકડી પાડ્યાં હતા. જે બાદ જમાઈને ઘણો જ માર પણ મારવામાં આવ્યો હતો. જે બાદમાં બંન્નેએ પરિવાર વચ્ચે વાતચીતથી વાત પતી હતી. ત્યારે જમાઈએ પરિવારને બાંહેધારી પણ આપી હતી કે, ફરી આવુ નહીં થાય. ત્યારે ફરીથી ત્રણ દિવસથી યુવક અને કાકીસાસુ બંન્ને ગુમ છે. ત્યારે પરિવારે ખાનગી રીતે એ બંન્નેને શોધવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચો : સુરત: કરોડોની સંપત્તિ છોડી ડાયમંડ વેપારીનો પરિવાર લેશે દીક્ષા

તો બીજી બાજુ કતારગામનાં વેવાઈ અને નવસારીનાં ભાવિ વેવાણ પણ કેટલાય દિવસોથી ભાગી ગયા છે. ત્યારે આ કેસમાં સંભવિત વર-વહૂએ લગ્નની ના પાડી દીધી છે. આ અંગે પરિવારના સૂત્રોનાં જણાવ્યા અનુસાર, યુવતીની માતા અને યુવકના પિતા એકબીજાને યુવાનીના દિવસોથી જ ઓળખતા હતા. તેઓ એક જ સોસાયટીમાં રહેતા હતાં. ત્યારથી એક-બીજા સાથે લગ્ન કરવા માગતા હતા. નોંધાયેલી ફરિયાદ બાદ પણ પોલીસ આ બંનેને શોધવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે બંને પરિવારે તેમના બાળકોનો લગ્નસંબંધ પણ તોડી દીધો છે. યુવક અને યુવતી પણ આ લગ્નસંબધથી ખુશ હતા પરંતુ હવે તેમના માતા-પિતા ગાયબ થઈ ગયા હોવાથી બંને આ લગ્ન કરવાની ના પાડી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ :
First published: January 26, 2020, 8:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading