Home /News /south-gujarat /સુરત: પરિણીતાને અલગ અલગ નંબરથી કોઇએ કરી બીભત્સ માંગણી, સોશિયલ મીડિયા પર મોકલતો અશ્લીલ ફોટો

સુરત: પરિણીતાને અલગ અલગ નંબરથી કોઇએ કરી બીભત્સ માંગણી, સોશિયલ મીડિયા પર મોકલતો અશ્લીલ ફોટો

(પ્રતિકાત્મક તસવીર)

Surat Crime News: વોટસ-એપ ઉપર છોકરીઓનાં ચુંબન કરતા બીભત્સ (Obscene Photo) ફોટો તેમજ મેસેજીસ કરી મહિલાને હેરાન પરેશાન કરવામાં આવતી હતીં. જો સુરતની આ (Surat Crime) મહિલા આ અજાણ્યા ઇસમ પરિણીતાને પ્રેમ કરવા માટે ફોર્સ સાથે પ્યાર મોહબત ન કરે તો મહિલાને તથા તેના પતિને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી

વધુ જુઓ ...
કિર્તેશ પટેલ, સુરત: શહેરનાં લિબાયત વિસ્તારમાં મહિલાની છેડતીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીંયા પરિણીતા પાસે કોઈ વ્યક્તિએ અલગ અલગ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તેની પાસે શારીરિક સુખ માણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ પરિણીતાને પ્રેમ કરવા માટે ફોર્સ કરીને જો તેમ ન કરે તો પતિને પણ માર મારવાની ધમકી આપી હતી. આ સાથે જ ત સોશિયલ મીડિયાનાં તેનાં એકાઉન્ટમાં મહિલાને અશ્લીલ ફોટો મોકલાતા હતો જોકે મહિલા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ આ મામલે ગૂનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

સુરત બળાત્કાર અને મહિલા છેડતી ફરિયાદો સતત સામે આવી રહી છે ત્યારે મહિલા અતિયાચાર વધુ એક ફરિયાદ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણકે સુરત ના લિબાયત વિસ્તારમાંરહેતી મહિલાને છેલ્લા વીસેક દિવસથી કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવતાં હતાં. ફોન તથા મેસેજ કરીને હેરાન પરેશાન કરવામાં આવતી હતી.

આ પણ વાંચો-આયેશા આત્મહત્યા કેસ મામલો: કોર્ટે દોષિત પતિ આરીફને 10 વર્ષની ફટકારી સજા

બદમાશ દ્વારા પરિણીતાને અવારનવાર અલગ અલગ મોબાઈલ નંબર પરથી કોલ કરીને તેની પાસેથી જાતિય શારીરિક સુખની માગ કરવામાં આવતી હતી.એટલું જ નહીં પરંતુ તેણીના સોશિયલ મીડિયા એકાઉન્ટ વોટસએપ પર કિસિંગ સહિતના બીભત્સ ફોટો અને મેસેજીસ મોકલવામાં આવતાં હતાં.

વોટસ-એપ ઉપર છોકરીઓના ચુંબન કરતા બીભત્સ ફોટો તેમજ મેસેજીસ કરી મહિલાને હેરાન પરેશાન કરવામાં આવતી હતીં. જો મહિલા આ અજાણ્યા ઇસમ પરિણીતાને પ્રેમ કરવા માટે ફોર્સ સાથે પ્યાર મોહબત ન કરે તો મહિલાને તથા તેના પતિને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેને લઇને આ મહિલા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી હતી જોકે આ મહિલાની ફરિયાદ સાંભળીને એક સમય માટે પોલીસ પણ ચોંકી ઉઠી હતી ઝડપી અને આ વિચિત્ર કિસ્સા સામે આવતાની સાથે જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
Published by:Ankit Patel
First published:

Tags: Crime news, Surat Crime, Surat news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો