Home /News /south-gujarat /

સુરત: સોલાર પાવરથી ભર ગરમીમાં ચલાવે છે એસી અને પંખા પણ વીજળીનું બિલ આવે છે ZERO

સુરત: સોલાર પાવરથી ભર ગરમીમાં ચલાવે છે એસી અને પંખા પણ વીજળીનું બિલ આવે છે ZERO

સોલાર રૂફ ટોપથી વિજળી બીલ આવે છે ઝીરો

Surat Solar Energy: દેશની સોલાર ઊર્જા પૈકી 3 ટકા અને રાજ્યની સોલાર ઊર્જા પૈકી 12 ટકા સુરતમાં પેદા થાય છે.હાલ સોલાર સિટી પ્રોગ્રામ અંતર્ગત શહેરમાં સોલાર પાવર જનરેશનને પ્રોત્સાહન આપવાની કામગીરી ચાલી રહી છે

સુરતમાં સોલાર પાવર પ્લાન્ટ થી શૂન્ય (ઝીરો) વિજબીલ આવાનો સુરત મહાનગર પાલિકા એ દાવો કર્યો છે,ઉપરાંત ઝીરો બિલ સાથે  ક્રેડિટ મળવાનો પણ લાભાર્થીએ બિલ બતાવી ખુશી વ્યક્ત કરી છે, આ ઉનાળમાં સુરત શહેરમાં સોલાર પાવર પ્લાન્ટનું ઉત્પાદન વધ્યું છે,

દેશની સોલાર ઊર્જા પૈકી 3 ટકા અને રાજ્યની સોલાર ઊર્જા પૈકી 12 ટકા સુરતમાં પેદા થાય છે. હાલ સોલાર સિટી પ્રોગ્રામ અંતર્ગત શહેરમાં સોલાર પાવર જનરેશનને પ્રોત્સાહન આપવાની કામગીરી ચાલી રહી છે. આ અંગે મનપા એડિશનલ સીટી ઈંજીનીયર એ જણાવ્યુ હતુ કે શહેરના 42 હજારથી વધુ ઘરો પર 205 મેગાવોટ ક્ષમતાના રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત થયા છે. આ પાવર પ્લાન્ટ થકી વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થઇ રહ્યું છે. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ શહેરમાં 418 મેગાવોટ ક્ષમતાના સોલાર પાવરને પ્લાન્ટ સ્થાપિત કરી શકાય તેમ છે.

સુરતની ક્ષમતા કરતાં અડધી ક્ષમતાના પાવર પ્લાન્ટ કાર્યરત થયા છે. સુરતને સોલાર સિટી બનાવવા માટે 100 ટકા - લક્ષ્યાંક સુધી પહોંચવા માટે  શહેરીજનોને સોલાર પ્લાન્ટનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ પણ કરાય છે,જેનો સીધો લાભ સોલાર પ્લાન્ટ લગાવનારને થશે,આ અંગે સોલારનો લાભ થનાર એક લાભાર્થી એ જણાવ્યુ હતુ કે મારા ઘરનું લાઈટ બિલ બે મહિનાનું 2000  થી 2700 રૂપિયા બિલ આવતું હતું ત્યાર બાદ  મેં 2018માં સોલાર પ્લાંટ નખાવ્યો ત્યારથી મારુ વીજળીનું બિલ શૂન્ય થઈ ગયું ઉપરાંત ક્રેડિટ જમા થાય છે ,વધુમાં તેમણે એ પણ ઉમેર્યું હતું કે ઉનાળામાં એરકન્ડિશન્ડ ચાલે અને પંખા પણ ચાલે ત્યારે યુનિટ બેલેન્સ થઈ જાય અને શિયાળામાં પંખા ચાલે નહિ એટલે ક્રેડિટ 1000 રૂપિયા થી 1200 સુધીની જમા થાય એટલે કે વપરાશ પ્રમાણે ક્રેડિટ જમા થાય છે,જેનાથી આંખું એક મહિનાનાં બિલનાં પૈસા જમા થાય છે, જ્યારેથી સોલાર લગાવી ત્યારથી બિલ શૂન્ય આવતા બિલ ભરવાની નોબત આવી નથી, જેથી બચત થતા રાહત થઈ છે,

સોલાર પાવર પ્લાન્ટનાં એડિશનલ સીટી એન્જિનિયર કે એચ ખટવાનીનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર એકથી ત્રણ કિલોવોટ સુધીની ક્ષમતા માટે નિયતકિંમતના ચાલીસ ટકા રકમ સબસિડી પેટે આપે છે જ્યારે 4 થી 10 કિલોવોટ ક્ષમતા માટે કેપિટલ કોસ્ટના 20 ટકા જેટલી રકમ સબસિડી પેટે આપવામાં આવે છે. એપાર્ટમેન્ટનાં કોમન વપરાશ માટે 1 કિલોવોટ થી 500 કિલોવોટ સુધીની ક્ષમતાનાં રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ માટે નિયત કિંમતનાં વીસ ટકા રકમ સબસિડી તરીકે આપવામાં આવે છે. ભારત સરકારની સબસડીનો લાભ લઇ શહેરીજનો પોતાનું વીજળીનું બિલ શૂન્ય કરી શકે એમ છે.
Published by:Margi Pandya
First published:

Tags: Electricity, Solar Pawer Plants, સુરત

આગામી સમાચાર