સુરત : Coronaના વધતા કેસની વચ્ચે રાંદેરમાં કોઝવે સર્કલ પાસે છૂટક MD ડ્રગ્સ વેચતું દંપતી ઝડપાયું

સુરત : Coronaના વધતા કેસની વચ્ચે રાંદેરમાં કોઝવે સર્કલ પાસે છૂટક MD ડ્રગ્સ વેચતું દંપતી ઝડપાયું
સુરત SOGએ ઝડપેલું દંપતી

પોલીસ ને હકીકત મળી હતી કે  રાંદેર કોઝવે સર્કલ રાજુનગર પ્લોટ નં.27/331 માં પતરાના છતવાળા એક મકાનમાં  એમ.ડી.ડ્રગ્સનું છૂટક વેચાણ કરવામાં આવે છે.

  • Share this:
સુરતમાં એમ.ડી.ડ્રગ્સ (MD  Drugs selling in surat) વેચાણના સ્વર્ગ સમાન રાંદેરના કોઝવે સર્કલ નજીક રાજુનગરમાં એસ.ઓ.જીએ પતરાના છતવાળા એક મકાનમાં છાપો મારી છૂટક એમડી.ડ્રગ્સ વેચતા દંપતીને રૂ..45 હજારની મત્તાના 9 ગ્રામ એમડી.ડ્રગ્સ  (couple caught selling MD Drugs)સાથે ઝડપી લીધા હતા. તેમની પુછપરછના આધારે એસ.ઓ.જીએ ડ્રગ્સ વેચવા આપનાર ભરૃચી ભાગળ ઝુપડપટ્ટીના યુવાનને પણ ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. સુરતમાં લાંબા સમય થી નશા માટે પદાર્થ નું ખુલે આમ વેચાણ થાય છે ત્યારે આ મામલે પોલીસ ને હકીકત મળી હતી કે  રાંદેર કોઝવે સર્કલ રાજુનગર પ્લોટ નં.27/331 માં પતરાના છતવાળા એક મકાનમાં  એમ.ડી.ડ્રગ્સનું છૂટક વેચાણ કરવામાં આવે છે.

આ બાતમીના આધારે ગતરોજ પોલીસે છાપો મારતા અહીંયા  મોહમદસલીમ મોહમદસફી મેમણ  અને તેની પત્ની જોહરાબીબી પોલીસે  ઝડપી લીધા હતા. એસ.ઓ.જીએ તેમની પાસેથી રૂ.45 હજારની કિંમતનું 9 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.65 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.



આ પણ વાંચો :  સુરત : 25 દિવસ બાદ આજથી ST બસ સેવા શરૂ, મુસાફરોએ આ નિયમોનું કરવું પડશે પાલન

અગાઉ હત્યાના પ્રયાસ, ચોરીના ગુનામાં ઝડપાયેલા મોહમદસલીમ અને તેની પત્નીની પુછપરછ કરતા એમ.ડી.ડ્રગ્સનો જથ્થો તેમને રાંદેરની ભરૃચી ભાગળ ઝૂંપડપટ્ટીમાં રહેતો આલમજેબ ઉર્ફે આલમ ગોલ્ડન મોહમદ અયૂબ ઉર્ફે મગરુ શેખ આપી ગયો હોવાની કબૂલાત કરતા એસ.ઓ.જીએ તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

આ પણ વાંચો :  પાટણ : સવા કલાકમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ ખાબકતા રસ્તા પર નદી વહી, અનેક વાહનો તણાયા

સુરતમાં એમ.ડી.ડ્રગ્સના વેચાણ માટે રાંદેર ટાઉન અને આજુબાજુનો વિસ્તાર સ્વર્ગ સમાન છે. ગત ડિસેમ્બર 2019 માં પણ એસ.ઓ.જીએ મળેલી બાતમીના આધારે રાંદેર પીપરડીવાળા સ્કુલ પાસેથી રૃ.4.78 લાખની કિંમતના 95.6 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે બે યુવાન સરફરાજ ઇકબાલ પટેલ  અને ગુલામ ઉર્ફે લાલા બરકતખાન જીલાની  ને ઝડપી લીધા હતા. અગાઉ જીમ ટ્રેઈનર રહી ચૂકેલો સરફરાજ મૂળ મુંબઈના અને નાનપુરામાં રહેતા ગુલામ ઉર્ફે લાલાને મુંબઈ મોકલી ડ્રગ્સ મંગાવી અહીં વેચતો હતો.
Published by:Jay Mishra
First published:August 21, 2020, 11:53 am

ટૉપ ન્યૂઝ