સુરત : બાંગ્લાદેશની ગરીબ કિશોરીને ખરીદી હતી, જુદા જુદા શહેરોમાં કરાવતો હતો દેહવેપાર

સુરત : બાંગ્લાદેશની ગરીબ કિશોરીને ખરીદી હતી, જુદા જુદા શહેરોમાં કરાવતો હતો દેહવેપાર
સુરત એસઓજીએ ઝડપી પાડેલો દલાલ

Surat Human Trafficking case : સુરત એસઓજીએ હ્યુમન ટ્રાફિકીંગના કેસમાં રીઢા દલાલને ઝડપી પાડ્યો, ફિલ્મોની કહાણી જેવું જ છે આખું નેટવર્ક

  • Share this:
સુરત : સુરત સ્પેશિયલ ઑપરેશન (Surat SOG) ગ્રુપ દ્વારા આજે બાંગ્લાદેશી (Bangladesh) યુવતીઓને દેહવિક્રય કરાવતા એક દલાલને ઝડપી પાડ્યો છે. આ દલાલ વિરુદ્ધ રાજસ્થાનના (Rajasthan) કોટા શહેરમાં માનવ તસ્કરી (Human Trafficking) અંગે ગુનો દાખલ થયો હતો. જોકે, આ શખ્સ આજે સુરત પોલીસના હાથે ઝડપાતા ગરીબ યુવતીઓ પાસે કરાવવામાં આવતા દેહવ્યાપારનું મોટું નેટવર્ક ખુલ્લું પડી ગયું છે. ફિલ્મોની કહાણી જેવા આ નેટવર્કની હકિકતો એવી છે કે સુરત એસઓજીએ આજે ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી કરીમુલ્લા ઉર્ફે રાજાની ધરપકડ સુરતની લીંબાયતા પાસે આવેલી મદીના મસ્જીદ પાસેથી કરી છે. આ આરોપીની પૂછપરછમાં પોલીસને આંખ ઉઘાડનારી સેક્સ રેકેટની ચોંકાવનારી વિગતો સાપડી છે

આ આરોપીએ પોલીસને જણાવ્યું કે બાંગ્લાદેશથી દલાલ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના પરિવારની સગીરવયની છોકરીઓને પરિવારને પૈસાની લાલચ આપી તસ્કરી કરી અને ભારતમાં લાવવામાં આવતી હતી. પછી આ છોકરીઓને યેન કેન પ્રકારે તૈયાર કરી અને તેમની પાસે દેવ વેપાર કરવામાં આવતો હતો.


આ આરોપીએ આવા દલાલોને સંપર્ક કરી અને તસ્કરી કરી લાવેલ છોકરીઓને મેળવી અને અલગ અલગ શહેરમાં દેવવેપાર માટે મોકલતા હતા.

આ પણ વાંચો : રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’

આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

દરમિયાન ભોગ બનનાર છોકરી ચાર વર્ષ પહેલાં લાવવામાં આવી હતી. તેની પાસે મુંબઈમાં થોડા દિવસ દેહવેપાર કરાવાયા બાદ અગાઉ ઝડપાયેલો સુલ્તાન કાયઝર મુસ્લીમ પાસે મોકલવામાં આવી હતી. આ સુલતાને ભોગ બનનાર યુવતીને આજે એસઓજીએ પકડેલા આરોપી પાસે મોકલી આપી હતી.

આરોપીએ તેને થોડા દિવસ દેહવેપાર કરાવી અને રાજસ્થાનના કોટા શહેરમાં દેહવેપાર માટે મોકલી આપી હતી પરંતુ પીડિતા ત્યાંથી ભાગી છુટી અને પોલીસ પાસે જતી રહી હતી. જ્યારે આ આરોપી વિરુદ્ધ કોટા પોલીસમાં ગુનો દાખલ થયો હતો.

આ પણ વાંચો : સુરત : તાપીના કિનારા પાસે વેચાતો હતો દારૂ, જનતાએ કરી રેડ, Video થયો Viral

આ આરોપી ગુનો દાખલ થયો ત્યારે વડોદરાના છાણી જકાત નાકા પાસે રહેતો હતો અને પોલીસ તેને શોધતી હતી ત્યારે તે પોતે વડોદરાથી ભાગી અને નવસારી ટોરેંટો બજાર ખાતે જતો રહ્યો હતો ત્યાં એક ફ્લેટ રાખી અને તેણે દેહવેપારનો ધંધો શરૂ કર્યો હતો.  દરમિયાન વર્ષ 2018માં નવસારી પોલીસની રેડમાં 17મી એપ્રિલે આ આરોપી ઝડપાયો હતો. ત્યારે તેની સામે નવસારી ટાઉન પોલીસમાં ગુનો દાખલ થયો હતો.

આ પણ વાંચો : સુરત : વરાછામાં 'કપલ બોક્સ' પર પોલીસના દરોડા, કૉફી શોપમાં એકઠા થયેલા છોકરા-છોકરીઓની અટકાયત

આ પણ વાંચો : સુરત : હેવાનિયતની હદ વટાવતો કિસ્સો, ચપ્પુની અણીએ ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

આ ગુનામાં તે જામીન મુક્ત થઈને આવ્યો હતો.  દરમિયાન આજે એસઓજીને આ શખ્સ વિશે બાતમી મળતા તેની ધરપકડ કરી અને રાજસ્થાનના કોટા શહેરમાં પોલીસને સોંપવા જાણ કરી છે.  તેની સામે કોટાના કૈથુનીપોલ પોલીસ સ્ટેશનમાં ઈપીકોને કલમ 366 અ, 366 બી, 368, 370, 370એ, 370 (4), 372, 373, 376, 120(બી) તથા પોક્સ એક્ટની કલમ 3,4,5,6,7,8,16,17 મુજબ ગુના દાખલ થયા છે.
Published by:Jay Mishra
First published:May 11, 2021, 22:31 pm

ટૉપ ન્યૂઝ