સુરત : સુરત એરપોર્ટ જાણે હવે દાણચોરી માટે પ્રખ્યા બનતું જઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે, મહિનામાં એવરેજ બે વાર એરપોર્ટ પરથી દાણચોરીનું સોનું ઝડપાય છે. આ બનાવોની યાદીમાં એક વિચિત્ર કિસ્સો ઉમેરાયો છે જેમાં ગતરોજ એક યુવાન દાણચોરીનું સોનુ લઈને આવતા ઝડપાયો છે. આવખતે કસ્ટમ વિભાગે સૌથી વધુ સોનાનો જથ્થો ઝડપી પડ્યો છે. મુંબઈનો યુવક શારજહાંની ફ્લાઇટમાં 18 લાખ રૂપિયાનું સોનું લઈ આવ્યો હતો. જોકે, યુવકે એવી જગ્યાએ સોનું સંતાડ્યું હતું કે જાણીને કસ્ટમ વિભાગ પણ ચોંકી ગયો હતો.
થોડા સમય પહેલાં સુરતથી શારજહાંની ફ્લાઈ શરૂ થઈ છે. આ ફલાઇટ જાણે દાણચોરીનું સોનું લાવવા માટે શરુ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે અઠવાડિયા એક વખત આ ફલાઇટ માં આવતા મુસાફરોમાંથી એકાદ યુવક દાણચોરીનું સોનું લાવતો હોય તેવા કિસ્સા સામે આવ્યા કરે છે.
સુરત એરપોર્ટ પરના કસ્ટમ વિભાગને બાતમી મળી હતી કે મુંબઈનો એક યુવાન શારજહાંથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મોડી રાત્રે આવી રહ્યો છે. જેણે સોનું સતાડયું છે. જેથી મોડી રાત્રે ફ્લાઇટ આવતા જ બાતમીના વર્ણન આધારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ મુંબઈના શાદબ ખાન ની અટક કરી હતી.
યુવકે ગુદામાર્ગે સોનું સંતાડ્યું હતું
શાદબ ખાને ગુદામાર્ગમાં 2 કેપ્સ્યુલ્સ છુપાવી 450 ગ્રામ સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. કસ્ટમે તેને કેપ્સ્યૂલ સાથે ઝડપી પાડ્યો હતો. કસ્ટમ વિભાગે ઝડપી પાડેલા સોનાની બજાર કિમત 18 લા રૂપિયા છે. આ સોના સાથે ઝડપાયેલા યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર