Home /News /south-gujarat /

સુરતઃ સ્મીમેર હોસ્પિટલ રેગિંગ મામલો, પાંચ રેસિડેન્ટ તબીબોને કરાયા સસ્પેન્ડ

સુરતઃ સ્મીમેર હોસ્પિટલ રેગિંગ મામલો, પાંચ રેસિડેન્ટ તબીબોને કરાયા સસ્પેન્ડ

સ્મીમેર હોસ્પિટલ સુરત

સુરતના સ્મીમેર હોસ્પિટલમાં બનેલા રેગિંગના મામલામાં પાંચ રેસિડેન્ડ તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    કિર્તેશ પટેલ, સુરત

    સુરતના સ્મીમેર હોસ્પિટલમાં બનેલા રેગિંગના મામલામાં પાંચ રેસિડેન્ડ તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓએ પોતાની રેગિંગની ફરિયાદ હોસ્પિટલના ડિનને કરી હતી જેમણે આ મામલો એન્ટી રેગિંગ કંપનીને સોપ્યો હતો. ત્યારબાદ રેસિડેન્ટ ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.

    સુત્રોના જણાવ્યા પ્રમાણે ઓર્થો વિભાગના ડો. મિતેશ, ડો. અંકિત. ડો. શાલીન સહિત પાંચ રેસિન્ડેટ ડોક્ટરો સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી હતી. આ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ડો. રાજનને બે ટર્મ માટે અને ડો. અંકિતને એક ટર્મ માટે સસ્પેન્ડ કરાયા છે. જ્યારે અન્ય ત્રણને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સુરતમાં આવેલી સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટર વિરુદ્ધ રેગિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઓર્થોપેડિકના બે ડોક્ટરોએ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. હોસ્પિટલના 6 રેસીડન્ટ ડોક્ટરો દ્વારા ઓર્થોપેડિકના બે ડોક્ટરોનું કથિત રેગિંગ કર્યું હોવાની ઘટના બની છે. ઓર્થો વિભાગના બે ડોક્ટરોએ આ અંગે હોસ્પિટલના ડીનને ફરિયાદ કરી હતી. જોકે, હોસ્પિટલના ડીને આ ઘટનાની ફરિયાદને ગંભીરતાથી લઇને સમગ્ર મામલાનો એન્ટી રેગિંગ કંપનીને સોંપી હતી.

    અમદાવાદની કોલેજમાં પણ બન્યો હતો રેગિંગનો કિસ્સો

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરની વિખ્યાત એચ.એલ. કોલેજમાં વિદ્યાર્થીનું રેગિંગ કરવાની ઘટના સામે આવી છે. એફ.વાય.બીકોમમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીના આરોપ મુજબ , તેને જાહેરમાં ડાન્સ કરાવીને અને પેન્ટ કાઢવાનું કહી રેગિંગ કરવામાં આવ્યું હતું. માત્ર એટલું જ નહીં , તેને જાતિ વિષયક શબ્દો કહીને અપમાનિત કરી લાફા ઝીંક્યા અને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ લુખ્ખા તત્વોના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીએ 21 સપ્ટેમ્બરના રોજ ફીનાઈલ પણ પી લીધું હતું. આ અંગે ક્ષિતિજ રબારી , જય ભરવાડ , જયેશ રબારી અને અજમલ રબારી સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે , આ પ્રકારની ગંભીર ઘટનાને ચલાવી લેવામાં આવશે નહીં અને સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરાશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Raging, Resident Doctors, Smimar hospital, Suspended, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन