Home /News /south-gujarat /

સુરત: બારડોલીના આ સાહસિક યુવાને બનાવ્યા અનેક રેકોર્ડ

સુરત: બારડોલીના આ સાહસિક યુવાને બનાવ્યા અનેક રેકોર્ડ

બારડોલીના જલારામ મંદિર ખાતે એકત્ર થઈને સાગર ઠાકરનું સન્માન કર્યું હતું....

બારડોલીના જલારામ મંદિર ખાતે એકત્ર થઈને સાગર ઠાકરનું સન્માન કર્યું હતું....

    સુરત જિલ્લાના બારડોલી ખાતે રહેતા સાહસિક યુવાન સાગર ઠાકરે અનેક રેકોર્ડનું સર્જન કર્યું છે જે યુવાન દ્વારા આજરોજ નવા એક યુનિક વર્લ્ડ રેકોર્ડનું સર્જન કરાતા આગેવાનોએ તેમજ યુવાનોએ આજરોજ બારડોલીના જલારામ મંદિર ખાતે એકત્ર થઈને સાગર ઠાકરનું સન્માન કર્યું હતું.

    કહેવાય છે કે, કાળા માથાનો માનવી ધારે એ કરી શકે તે વાતને સત્ય કરી બતાવનાર બારડોલીના સાહસિક અને નવયુવાન એવા સાગર ઠાકર તેમજ કનકસિંહ બારસડીયા દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો પ્રવાસ 4 દિવસ અને 22 કલાકમાં પૂર્ણ કરી અને લિમ્કા બુકમાં નામ નોંધાવ્યું હતું. બાદમાં ઇન્ડિયન કોન્સ્ટલરૂટમાં અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં 60,830 કિમીનો પ્રવાસ 82 દિવસમાં પૂર્ણ કરી પોતાનુંનામ નોંધાવ્યું હતું ત્યારે હાલ જ આ યુવાને એક યુનિક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેમાં જોધપુરથી મુંબઇનો 1100 કિમિ લોનગેસ્ટ જર્ની બાય રિવર્સ કાર ડ્રાંઇવ 85 કલાક અને 20 મિનિટમાં
    પૂર્ણ કરી આજરોજ પોતાના માગરે વતન આવી પહોંચતા બારડોલીના આગેવાનો તેમજ યુવાનોએ સાગર ઠાકરનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

    રેકોર્ડ બ્રેક કરનાર સાગર ઠાકરે કહ્યું કે, અમે જે રેકોર્ડ કરવા નીકળ્યા એ રિવર્સ કાર લોન્ગ જરની જે રેકોર્ડ પેહલા ૮૦૦ કિલોમીટરનો હતો અને અમે ૧૧૦૦ કિલોમીટરનો રેકોર્ડ માત્ર ૮૫ કલાક ૨૦ મિનિટ માં પૂર્ણ કરેલ છે આ રેકોર્ડ અમે જોધપુરથી મુંબઈ કર્યો છે અને અમને ઘણી મુશ્કેલી પણ પડી છે.

    બારડોલી ગામના સાહસિક યુવાન સાગર ઠાકરે જોધપુરથી મુંબઇ 1100 કિમિ લાંબી જર્ની રિવર્સ કાર ચલાવી પૂર્ણ કરી અને નવો રેકોર્ડનું સર્જન કર્યું છે તેવા સમયે બારડોલીના આગેવાનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી, અને આજરોજ સાગર ઠાકર જૂનો રેકોર્ડ બ્રેક કરી પોતાના માગરે વતન આવી પહોંચ્યા છે ત્યારે બારડોલી નગર પાલિકાના પ્રમુખ સહિત આગેવાનો, વેપારીઓ તેમજ યુવાનોએ જલારામ મંદિર ખાતે એકત્ર થઈ ઉમળખાભેર સ્વાગત કર્યું હતું, અને અભિનંદન પાઠવ્યા હતા.

    બારડોલી નગર પાલિકા પ્રમુખ ડિમ્પલબેન પટેલે જણાવ્યું કે, સાગરભાઈ બે આ રેકોર્ડ બ્રેક કરી બારડોલીનું નામ રોશન કર્યું છે અને બારડોલી માટે ગોવરાવ ની વાત છે.

    કહેવાય છે કે માણસ જ્યારે પણ પોતાનું સપનું સાકાર કરવાનો નીર્ધાર કરે છે ત્યારે કોઈ પણ સાહસ કે પડકાર તેનો રસ્તો રોકી શકતા નથી તેવુજ બારડોલીના સાહસિક યુવાન સાગર ઠાકરે પોતાનું સપનું ફરી એક વખત સાકાર કરી સાબિત કરી બતાવ્યું છે.

    સ્ટોરી - કેતન પટેલ
    Published by:kiran mehta
    First published:

    Tags: Bardoli, Records, Youth, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन