સુરત : CNGથી ચાલતી સ્કૂલવાનમાં લાગી આગ, સાત બાળકોનો ચમત્કારિક બચાવ


Updated: January 27, 2020, 3:51 PM IST
સુરત : CNGથી ચાલતી સ્કૂલવાનમાં લાગી આગ, સાત બાળકોનો ચમત્કારિક બચાવ
સ્કૂલવામાં આગ લાગી.

સ્કૂલવાન ગેસથી ચાલતી હતી, ગેસ લીક થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.

  • Share this:
સુરત : શહેરમાં વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. એક સ્કૂલવાનમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી. તપાસ કરતા આ સ્કૂલવાનમાં રહેલા ફાયર સેફ્ટીના સાધનો બંધ હોવાનું માલુમ પડ્યું છે. સ્કૂલવાન ગેસથી ચાલતી હતી, ગેસ લીક થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.

સુરતના અડાજણ ખાતે આવેલી દિવાસી બેગ સોસાયટીમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના બાળકોને લેવા પહોંચેલી સ્કૂલવાનમાં અચાનક આગ લાગી હતી. સોસાયટીના એક યુવાન આ આગ જોઈ જતા તાત્કાલિક સ્કૂલવાન પાસે પહોંચીને ગાડી ચાલકને આગ લાગ્યાની જાણકારી કરી હતી. જે બાદમાં વાનમાં સવાર સાત બાળકોને તાત્કાલિક નીચે ઉતારી લેવાયા હતા અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.ગાડીમાં રાખેલા ફાયરના સાધનોની મદદથી આગ બૂઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સાધનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જે બાદમાં સોસાયટીના એક વ્યક્તિના ઘરે રહેલા ફાયર સેફ્ટીના સાધનોથી આગ બૂઝાવવામાં આવી હતી. સ્કૂલવાન ગેસ પર ચાલતી હોવાને ગેસ લીક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.બીજી તરફ લોકોમાં એવી પણ ચર્ચા જાગી છે કે વાલીઓ પોતાના બાળકોને સારી સ્કૂલ પાછળ ભણાવવા માટે મોં માગી ફી આપે છે ત્યારે શા માટે જીવતા બોમ્બ સમાન ગેસવાળી વાનમાં સ્કૂલે મોકલે છે. છેલ્લા એક વર્ષના બનાવો જોવામાં આવે તો 98 ટકા આગ ગેસવાળી સ્કૂલવાનમાં લાગી છે. આ બાબતે તંત્ર તરફથી પણ કોઈ કઠોર પગલાં નથી લેવામાં આવી રહ્યાં.
First published: January 27, 2020, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading