વિદ્યાર્થી પીળા રંગની ટી-શર્ટ પહેરીને ન આવતાં શિક્ષિકાએ ફટકાર્યો, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો


Updated: January 10, 2020, 12:47 PM IST
વિદ્યાર્થી પીળા રંગની ટી-શર્ટ પહેરીને ન આવતાં શિક્ષિકાએ ફટકાર્યો, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
પ્રતીકાત્મક તસવીર

શિક્ષિકાએ ગત સપ્તાહે પણ બાળકને માર માર્યો હતો, શાળાએ શિક્ષિકા સામે પગલાં ન લેતાં પરિવાર પોલીસ પાસે પહોંચ્યો

  • Share this:
સુરત : શહેરમાં ફરી એક વાર ગુરુને લજાવતો કિસ્સો સામે આવ્યો છે. શાળાની શિક્ષિકાએ પીળા રંગની ટી-શર્ટ નહીં પહેરીને આવતા વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ વિદ્યાર્થી ધોરણ-2માં અભ્યાસ કરે છે અને શિક્ષિકા તરફથી માર મરાતાં પરિવારે શિક્ષિકા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં થોડા સમય થયેલા એક વિવાદમાં શિક્ષક દ્વારા બાળકીને છેડતીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે આજે શિક્ષિકા દ્વારા બાળકને મારવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગોડાદરામાં સાંઈધામ સોસાયટીમાં રહેતા ધનંજય રામરાજ યાદવ બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનો 9 વર્ષનો દીકરો અંશુ દેવધ રોડ પર આવેલી નિર્મલા નવોદય સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરે છે. ગઈકાલે શાળાએથી પાછા આવીને શિક્ષિકા દ્વારા મારવામાં આવ્યાની ફરિયાદ પરીવાર ને કરી હતી.

આ બાળકને પીળી ટી-શર્ટ નહીં પહેરવાને લઇને તેને ગત અઠવાડિયે માર મારવામાં આવ્યો હતો અને આજે પણ શિક્ષિકાએ માર માર્યો છે. બાળકીની આ ફરિયાદને લઈને પરિવાર બાળક સાથે શાળાએ પહોંચ્યો હતો અને શિક્ષિકા પૂજા પાંડે દ્વારા માર મરાયા અંગે ફરિયાદ કરી હતી. પરિવારની રજૂઆત હતી કે, બાળકના માપનો  ડ્રેસ હાલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી તેથી તે ખરીદી શકાયો નથી. પરંતુ તે કારણે બાળકને માર મારવો ન જોઈએ. પરંતુ શિક્ષિકાએ કોઈ સંતોષજનક જવાબ આપ્યો ન હતો. જેને લઈને પોતાના બાળકને માર મારવાના મામલે પિતા દ્વારા શિક્ષિકા વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી જેને લઇને પોલીસે શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો, સુરત : સ્પામાં ગેરકાયદેસર રીતે કામ કરનાર 30 યુવતિઓને થાઇલેન્ડ પરત મોકલાશે
First published: January 10, 2020, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading