Home /News /south-gujarat /

સુરતમાં ચોરી થયેલા ફોનનું ભારત બહાર વેચવાનું કૌભાંડ ઝડપાયું

સુરતમાં ચોરી થયેલા ફોનનું ભારત બહાર વેચવાનું કૌભાંડ ઝડપાયું

પકડાયેલા મોબાઇલ ફોનની તસવીર

અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી મોટું મોબાઈલ બજાર આવ્યુ છે. જોકે આ બજારને સુરતમાં ચોર બજાર અથવા નકલી મોબાઈલ વેચવાનું સૌથી મોટું સેન્ટર કહેવામાં આવે છે.

    કિર્તેશ પટેલ, સુરતઃ સુરતની અઠવા પોલીસે મોબાઈલ ચોરીનું (Mobile theft)મસમોટું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસ (police)એક યુવકની ધરપકડ કરી તેની પાસેથી 13 આઈફોન સહિત 92 મોબાઈલ અને એક લેપટોપ કબજે કર્યું છે. પૂછપરછમાં યુવકે ચોરી કરેલા મોબાઈલની ખરીરી કરી દુબઈમાં (dubai)વેચતો હોવાની કબૂલાત કરી છે

    અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી મોટું મોબાઈલ બજાર આવ્યુ છે. જોકે આ બજારને સુરતમાં ચોર બજાર અથવા નકલી મોબાઈલ વેચવાનું સૌથી મોટું સેન્ટર કહેવામાં આવે છે. ત્યારે પોલીસની બાતમી મળી હતી કે ગોપીપુરા વિસ્તારમાં આવેલ મુલેરિ એપાર્ટમેન્ટ માંગ્રાઉન ફ્લોર પર વલ્ડ ટ્રાવેલ્સ નામનું બોડ મારેલ છે.

    આ ઓફિસમાં કરતા ઈસમ અને મલિક ચોરીના મોબાઈલ ખરીદી કરી અહમદ નૂર ઉનવાલા નામનાયુવકને વેચવા આપી જતા છે. જોકે આ ઈસમની વિગત મેળવી પોલીસ આ મામલે રેડ કરી આ ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી ચોરી કરેલા 3.37 લાખના 92 મોબાઈલ અને એક લેપટચોપ મળી આવ્યું હતું.પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

    આ પણ વાંચોઃ-સુરત હૉમલોન અપાવવના બહાને બે લાખ પડાવ્યા, એજન્ટના બે મિત્રનું અપહરણ

    જોકે પકડાયેલા આરોપીની પોલીસે પૂછપરછ કરતા જે વિગત બહાર આવી હતી તે જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. આરોપી સુરતમાં થયેલા ચોરીના મોબાઈલ સસ્તા ભાવે ખરીદી કરી ભારત બહાર વેચવા માટે જતો હતો. ચોરી કરેલા મોબાઈલ ગુજરાતના બોટાદ અને દુબઈ ખાતે વેચી આવતો હતો. વધુ પૂછપરછમાં બીજા મોટા ખુલાસા થાય તેવી શકયતા જોવાઈ રહી છે. પોલીસે વધુ તપાસ શરુ કરી છે અને વધુ તપાસમાં અનેક નવા ગટસ્ફોટ થાય તેવી આશકા વ્યક્ત કરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Dubai, Mobile theft, દક્ષિણ ગુજરાત, પોલીસ`, સુરત

    આગામી સમાચાર