સુરતનાં આ વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાઇ છે દારૂ, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: October 21, 2019, 1:53 PM IST
સુરતનાં આ વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાઇ છે દારૂ, વીડિયો વાયરલ
વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર.

રાજ્યમાં જ્યારે દારૂનાં ધમધમતા અડ્ડાઓ બંધ કરાવવાની ડ્રાઇવ ચલાવાઇ રહી છે ત્યારે બીજી બાજુ સુરતમાં ખુલ્લેઆમ દેશી દારૂ વોચાતો હોવાનો એક વીડિયો વાયરલ બન્યો છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : રાજ્યમાં જ્યારે દારૂનાં ધમધમતા અડ્ડાઓ બંધ કરાવવાની ડ્રાઇવ ચલાવાઇ રહી છે ત્યારે બીજી બાજુ સુરતમાં ખુલ્લેઆમ દેશી દારૂ વોચાતો હોવાનો એક વીડિયો વાયરલ બન્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સુરતનાં સરથાણા વિસ્તારનો છે. આ વાયરલ વીડિયોમાં જાહેરમાં યુવાનો દેશી દારૂ પી રહ્યા હોવાનું દેખાઇ રહ્યું છે. આ વીડિયો પહેલીવાર નહીં પરંતુ છઠ્ઠીવાર આ વીડિયો વાયરલ થયો છે.

સ્થાનિકો પરેશાન

સુરતમાં આ પહેલા પણ દેશી દારૂનાં અડ્ડાનાં વીડિયો વાયરલ થયા છે. ત્યારે શહેરનાં સરથાણા વિસ્તારમાં આ અડ્ડાનાં વીડિયો પહેલા અનેકવાર પણ વાયરલ થયા છે. પોલીસ જ્યારે પણ અહીં દરોડા પાડે ત્યારે લોકો અહીંથી ભાગી જાય છે. આ દેશી દારૂનો વેપલો ચલાવનારાઓને જાણે કોઇનો ડર જ ન હોય તેમ એકાદ કલાકમાં ફરી આવી જાય છે. ત્યારે આ ઘટનાક્રમથી સ્થાનિકો પણ પરેશાન છે. સ્થાનિકોએ પણ અહીંનાં દેશી દારૂ વેચાતો હોવાની અનેક ફરિયાદ અને રજૂવાત કરી છે. પરંતુ થોડી જ કાર્યવાહી થાય ત્યાં સુધી આ વેપલો બંધ રહે છે અને થોડા સમયમાં જ બાદ અહીં ફરીથી દારૂ વેચાવવા લાગે છે.

આ પણ વાંચો : સુરત : પેટમાં દુખાવાને કારણે દાખલ થયેલી કિશોરીનું મોત નીપજતા પરિવારે કર્યો હોબાળો

પહેલા પણ સુરતમાં દારૂનાં વેચવાનાં વીડિયો વાયરલ થયા હતા

થોડા સમય પહેલા એટલે જૂન મહિનામાં પણ સુરતમાં ખુલ્લેઆમ દારૂ વેચવાનાં વીડિયો વાયરલ બન્યા હતાં. એક વીડિયોમાં ડિંડોલી વિસ્તારમાં આવેલા આવાસમાં મહિલા બૂટલેગર ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતી જોવા મળતી હતી. વીડિયોમાં મહિલા બૂટલેગર બેખોફ થઈને દારૂનું વેચાણ કરી હતી. અને જાહેરમાં હાથમાં દારૂની બોટલ લઈને વેચી રહી હોવાનું નજરે પડી હતી. જ્યારે અન્ય એક વીડિયો છોકરી એક્ટિવાની ડિકીમાંથી દારૂની બોટલ લાવીને ગ્રાહકને આપી રહી હતી.
First published: October 21, 2019, 1:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading