સુરત પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે સરથાણામાં યુવક પાસેથી 20 હજાર પડાવવા સરથાણા પોલીસના કેશિયર અને ડીસ્ટાફ PSIએ ઢોર માર મારીને તેને બળજબરીથી દારૂ પીવડાવીને તેની સામે દારૂનો કેસ કર્યો હોવા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે રત્નકલાકાર અને પોલીસ વચ્ચે થયેલી વાતચીનો ઑડિયો વાયરલ થયો છે
સુરત પોલીસ છાશવારે વિવાદમાં આવતી હોય છે અને વિવાદ હોય છે કોઈ નાગરિકને રૂપિયા માટે મારમારવાનો અથવા તોડ કરવાનો. ત્યારે વધુ એક યુવાને પોલીસ સામે આક્ષેપ કર્યા છે. યુવકને મારમારવા સાથે રૂપિયા ખંખેરવાનો આક્ષેપ સુરતના છેવાડે આવેલા પાસોદરાના ઓમ ટાઉનશિપ-1માં રહેતા હરિકૃષ્ણ પ્રેમજી સલીયાએ કર્યો છે.

રત્નકલાકારે ઢોર માર મરાયો હોવાના પુરાવા પણ રજૂ કર્યા છે. તેના શરીરમાં છે પોલીસના મારની ઇજાના નિશાન
આ પણ વાંચો : રાજકોટ : નર્સિંગની વિદ્યાર્થિનીએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી, કોવીડ હૉસ્પિટલમાં બજાવતી હતી ફરજ
આજથી 3 માસ પહલાં હરિકૃષ્ણના મિત્ર રાજુ પર સરથાણા પોલીસે દારૂ પીવાનો કેસ કર્યો હતો જોકે તે સમયે હાજર પોલીસ કર્મચારી કોન્સ્ટેબલ યુવરાજસિંહે રાજુને નહીં મારવા 20 હજાર માંગ્યા હતા જોકે રાજુ પાસે રૂપિયા નહિ હોવાને લઈને તેને તેના મિત્ર હરિકૃષ્ણ પાસે મદદ માંગી હતી.
જોકે હરિકૃષ્ણ વચ્ચે રહીને પોતાના મિત્ર ના 20 હજાર યુવરાજસિંહને 3 માસમાં આપી દેવાની બાહેધરી આપી હતી જોકે સમય અંતરે 20 હજાર રમાટે યુવરાજસિંહે હરિકૃષ્ણને ઘણી વખત ફોન કર્યા. પરંતુ તેની પાસે રૂપિયા ન હોવાથી તે આપી શક્યો ન હતો.
27મી તારીખે હરિકૃષ્ણ મિત્ર સાથે કારમાં સરથાણા પોલીસ મથક પાસેથી પસાર થતો હતો ત્યારે યુવરાજ સિંહેે તેને કારથી ઉતારીને રૂપિયાની માંગણી કરી હતી અને રૂપિયા માટે ફોન કરતા હતા તો ફોન નહિ ઉપાડતો હોવાનું કહીને ડી-સ્ટાફની ઓફિસમાં લઈ જઈને હરિકૃષ્ણને ધમકાવ્યા બાદ PSI પઢીયાર અને બીજા 3 પોલીસવાળાઓએ માર મારી મર્ડરની ધમકી આપી હતી.
આ પણ વાંચો : સુરત : ફિલ્મોના DON જેવા લાલુ જાલિમની ગેંગ સામે પોલીસે GUJCTOCનું હથિયાર ઉગામ્યું, 94 ગુનાઓની છે ક્રાઇમ કુંડળી
ત્યાર બાદ બળજબરીથી દારૂ પીવડાવી લોકઅપમાં બાંધી ઢોર માર માર્યો હતો. જોકે મોડી રાત્રે હરિકૃષ્ણના મિત્ર જામીન માટે આવતા તેનેે સ્મીમેર લઈ ગયા હતા. સ્મીમેરમાં એમએલસી બાદ સારવાર કરાવી હતી. હરિકૃષ્ણને પગ અને આંખના ભાગે ઇજા થઇ છે. જોકે ત્યાર બાદ રત્નકલાકર હરિકૃષ્ણ આ મામલે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી યુવરાજસિંહ, PSI પઢીયાર સહિતના લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવા અરજી કરી છે.